Abtak Media Google News

‘દુર્ગા શક્તિ’ ટીમ અને ‘સુરક્ષિતા’ એપ્લીકેશનને ૧ વર્ષ પૂર્વ: બંનેના માધ્યમથી મહિલા સંબંધી ૨૫ ટકા ગુના ઘટયા: સુરક્ષિતા એપથી ગાંધીગ્રામ અને થોરાળાએ ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો: ૫૮૦૬ મહિલાઓ ‘સુરક્ષિતા’એપ ડાઉન લોડ કરી

શહેર પોલસ મહિલાઓની સુરક્ષા માટે હમેશા માટે તત્પર રહેલી છે જેથી મહિલાઓ જે પોલીસની મદદ સહેલાયથી મેળવી શકે તેમજ તેઓને સુરક્ષા પ્રદાન થાય તેવા હેતુથી શહેર પોલીસ દ્વારા મહિલાઓ સુરક્ષીત રહે તે માટે ‘સુરક્ષિતા એપ’ તથા ‘દુર્ગા શક્તિ ટીમ’ બનાવવામાં આવેલ જેનુ ૧૬ ડિસેમ્બર ૨૦૧૯માં અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.

Content Image E286Bcfa 8657 4A3D Ad10 3Ad1Bec59683 1

મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસ સતત ચિંતિત રહે આવા સંજોગોમાં મહિલાઓની સુરક્ષા આપવા કટિબદ્ધ શહેર પોલીસ દ્વારા ‘દુર્ગાશક્તિ’ નામની જાંબાઝ મહિલા પોલીસના ચુનીંદા કર્મચારીઓની દરેક પો.સ્ટે. મા ટીમ બનાવા આ ‘સુરક્ષિતા’ એપ્લીકેશનના માધ્યમથી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ થયેલો છે દુર્ગા શક્તિ ટીમના એક હેલ્પલાઇન નંબર ૭૫૭૫૦૩૩૪૭૪ના જાહેર કરવામાં આવેલો છે જે શહેર પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેકટ છે.

જેમાં આવતા કોલનું દુર્ગા શક્તિ ટીમ દ્વારા સ્થળ પર જઇ નિરાકરણ કરવામાં આવે છે મહિલાઓ સબંધિત ગુનાઓમાં ‘સુરક્ષિતા’ એપ તથા ‘દુગા શક્તિ’ ટીમ માધ્યમથી આશરે ૨૫.૫૬% જેવો ઘટાડો નોંધાયો છે જેમા સને ૨૦૧૯માં ૧૮૦ ગુન્હાઓ અને સને ૨૦૨૦મા ૧૩૪ ગુન્હાઓ બન્યા છે જેમા કુલ ૪૬ ગુન્હાઓનો ઘટાડો થયેલો છે.

દુર્ગાશકિત ટીમ વીરાંગનાઓ દ્વારા લોકડાઉન વેળાએ જાહેર જનતાને જાગૃત કરવા માટે વિડિયો બનાવી કોરોના વાયરસ અંગે જાગૃતતા ફેલાવી માનવ સેવા આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. લોકડાઉન સમયે દુર્ગાશકિત ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે જઇ વૃદ્ધ વડીલોની કાળજી રાખી શરીરની સ્વચ્છતા કરવામાં આવેલી તેમજ જનાના હોસ્પિટલ ખાતે પ્રસુતી મહિલાઓને પોષ્ટીક આહાર મળી રહે તે માટે સુખડીનું વીતરણ કરી ઉમદા કામગીરી કરી ‘દુગા શક્તિ’ ટીમએ સફળતા પૂર્વક એક વર્ષ પુર્ણ કરેલ છે.

હાલ સુધી મહિલાઓએ ‘સુરક્ષિતા’ એપ્લીકેશન ડાઉનલોડ કરી સને ૨૦૦૩થી કાર્યકર દિલ્હી એનજીઓ (એસકેઓસીએચ)દ્વારા સરકારમાં કાર્યશ્રત વિવિધ કેટેગરીમાં ટેકનોલોજીના એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. અલગ અલગ પેરામિટર્સના માધ્યમથી ‘સુરક્ષિતા’ એપ્લીકેશન સ્પર્ધામાં કાર્યરત હતી આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૫૦૦થી પણ વધારે સ્પર્ધકો સ્પર્ધામાં હતા. રાજકોટની સુરક્ષિતા એપ્લિકેશન ૬૦ સ્પર્ધકોમાં પસંદ કરવામાં આવેલ તેમાંથી એસકેઓસીએચના સીઇઓ ગુરુચરણએ જાહેરાત કરતા રાજકોટ શહેરની સુરક્ષિતા એપ્લિકેશનને સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

શહેર પોલીસ જે મહિલા સુરક્ષીતા માટે હંમેશા તત્પર રહેલી છે. એરપોર્ટ ફાટક આગળ રહેતી સગીરાને અજાણ્યો ઇસમ મો.સા. ઉઠાવી ગયેલોનો બનાવ બનતા જે બનાવની ગંભિરતા ધ્યાને લઇ સગીરા સુરક્ષીત રીતે તેના વાલીને પરત મળી જાય તે માટે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, ઉચ્ચ અધિકારી, કર્મચારીઓ સહિતનાઓએ અથાગ પ્રયાસો કરી સગીરાને શોધી કાઢી તેના વાલીને સુરક્ષીત સોંપી આપી ગણતરીની કલાકોમાં આરોપી બાબુ દેવા બાંભવાને પકડી પાડવામાં આવેલો હતો. થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરેલાનો ધૃણાસ્પદ બનાવમાં ગણતરીની કલાકોમાં આરોપી હરદેવ મશરૂ માંગરોળીયાનાઓને પકડી પાડવામાં આવેલો છે.

તેમજ મહિલા સંબંધી ગુન્હાઓ બનતા અટકે તેમજ મહિલાઓ હાલના આધુનીક યુગમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે સમાજમાં સાયબર ક્રાઇમનું દુક્ષણ પણ ફાલ્યુ છે ઘણા કિસ્સામાં મહિલાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી તેમા સ્ત્રીની ગરીમા ન જળવાઇ તેવી લોભામણી જાહેરાતો અને ખરાબ કોમેન્ટ મુકે છે. ફોટોગ્રાફ તથા પ્રાઇવેટ માહીતીનો ખોટો ઉપયોગ કરી તેને ટ્રોલ કરે છે.

શહેર પોલીસ દ્વારા સાયબર સુરક્ષિત મહિલા નામની પુસ્તિકા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઇન્ટરનેટ અને મોબાઇલ રીલેટેડ સાયબર ક્રાઇમથી બચવા માટે મહિલાઓ જાગૃત બને અને સોશ્યલ મીડિયાનો યથાયોગ્ય ઉપયોગ કરી જાતે સ્વબચાવ કરી શકે તે માટે માહીતી પુરી પાડવા એક પ્રયાસ કરવામાં આવેલ છે. જે પુસ્તીકાનું સ્કુલો તથા કોલેજોમાં વિતરણ દુર્ગા શકિત ટીમ મારફતે કરી છે.

હાલના હાઇટેક યુગમાં શહેર પોલીસ દ્વારા મહિલાઓ ના સુરક્ષા માટે સુરક્ષિત એપ્લીકેશન બનાવી લોન્ચીંગ કરવામાં આવેલી છે જે એપ મોબાઇલ ફોનમાં પ્લેટ સ્ટોરમાં જઇ જેમાં  નામથી સર્ચ કરતા સદરહું એપ ઉપલબ્ધ છે. જે ડાઉન લોડ કરી જેમાં જરુરી રજીસ્ટ્રેશન ખુબજ સહેલું છે. જે રજીસ્ટ્રેશન કરી આ સુરક્ષિત એપ્લીકેશનનો ઉપયોગ કરવા તેમજ દુર્ગા શકિત ટીમ ના હેલ્પ લાઇન નંબર ૭૫૭૫૦ ૩૩૪૭૪ નો ઉપયોગ કરી મદદ મેળવવા અપીલ કરવામાં આવે છે.

તા.૧૬-૧૨-૨૦૨૦ના રોજ દૂર્ગા શકિત ટીમનું એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. જે દૂર્ગા શકિત ટીમ દ્વારા શહેરમાં ગરીબ લોકોમાં ધાબળાનું વિતરણ ફૂટ પેકેટનું વિતરણ તેમજ વૃધ્ધાશ્રમ ખાતે જઈ વડીલોની સેવા કરીતેમજ મહિલા સંબંધી ગુન્હાઓની અવેરનેસ બાબતે એક શેરી નાટકનું આયોજન કરી તેમજ ઝુમ મીટીંગ દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે સંવાદ યોજી ઉજવણી કરવામાં આવનાર છે.

મહિલા સંબંધી ગુના અટકાવવા સિવિલ હોસ્પિટલ ખાતે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર કાર્યરત

મહિલા સંબંધી ગુન્હાઓ અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જેમાં મહિલાઓની તમામ સમસ્યાઓનાં સમાધાન માટે સખી વન સ્ટોપ સેન્ટર જે રાજકોટ શહેરમાં પીડીયુ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે.જેમાં કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાને તાત્કાલીક તબીબી કાયદાકીય મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એક જ છત્ર હેઠળ પુરી પાડવામાં આવે છે. જેમાં શારીરીક હિંસા, માનસિક હિંસા, જાતીય હિંસા ભાવનાત્મક હિંસા ઘરેલુ હિંસા, મહિલાઓનો અનૈતિક વ્યાપાર એસીડ એટેકનો ભોગ બનેલ મહિલા સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઈ શકે છે. આરોપીઓ ને કડકમાં કડક સજા થાયતે માટે સરકાર દ્વારા મહિલા સંબંધી ગુન્હાના આરોપી વિરૂધ્ધ પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

પારદર્શિતા પોર્ટલમાં અરજદારને મોબાઈલમાં માહિતી ઉપલબ્ધ

શહેર પોલીસ દ્વારા પારદર્શીતા પોર્ટલ બનાવવા આવેલી છે જે પોર્ટલનો મુખ્ય ઉપયોગ જનતા માટેછે જેમાં લોકોએ પોલીસ સ્ટેશન કે શાખામાં અરજી કરેલી હોયતે અરજી કયા અધિકારી પાસે તપાસમાં છે. તે અરજી બાબતે તપાસ કરનારે શું કાર્યવાહી કરેલી છે તેમજ એફઆઈઆર દાખલ થયેલી હોય તેની પણ સંપૂર્ણ માહિતી તથા ચાર્જશીટનીમ હિતી અને તે ચાર્જશીટ કઈ કોર્ટમા જમા કરાવવા આવેલી છે તે તમામ પ્રકારની માહિતી અરજદાર ફરિયાદી ને તેના ઘરે બેઠા તેના મોબાઈલમાં સંપૂર્ણ માહિતી જાણી શકે છે. તે ઉપરથી આ

પારદર્શીતા પોર્ટલમાં કયા પોલીસ સ્ટેશનમાં કેટલી અરજીઓ કેટલા ગુન્હાઓ સંબંધની માહિતી પોલીસ કમિશ્નર જાતે પણ સુપરવિઝન કરી શકે છે. પારદર્શીતા પોર્ટલ તમામ પોલીસ સ્ટેશનમાં અમલ શરૂ થયેલી છે. જેમાં હાલ સુધીમાં કુલ ૨૨૫૪ અરજી રજીસ્ટર થયેલી છે જેમાંથી ૧૭૫૪ અરજીઓનો નિકાલ થયેલો છે. જે અરજીનાં કામે થયેલ કાર્યવાહીની અરજદારને તેના મોબાઈલ ફોનમાં જાણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.