દાસ કો ગુસ્સા આયા!…હાર્દિકને બેફામ ભાંડયો!

vidhdhalraddiya
vidhdhalraddiya

મારો અવાજ નથી મને બદનામ કરવાનું ષડયંત્ર: વિઠ્ઠલ રાદડિયા

પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને ડેરીના કામ માટે ફોન કરનાર ગોંડલ તાલુકાના વાછરા ગામના મહેશ નામના યુવાન સાથેની વાતચીત દરમિયાન

સાંસદે પાસના આગેવાન હાર્દિક પટેલને કાનમાંથી કીડા ખરી જાય તેવી બેફામ ગાળો ભાંડી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં પાસ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. અંગે હાર્દિકે જણાવ્યું કે, સાંસદ કક્ષાની વ્યક્તિને શોભા દેતું નથી.

વાછરા ગામના મહેશ નામના યુવાને સાંસદ રાદડિયાને એવું પૂછ્યું હતું કે, મારા ડેરીના કામનું શું થયું.

ત્યારે સાંસદે કહ્યું હતું કે, તમો બધા પાસના કાર્યક્રમમાં જેતપુર શા માટે ગયા. મારા વિસ્તારમાં રહીને પાસને શા માટે ટેકો આપો છો. કામ મારી પાસે કરાવવા છે અને ટેકો

પાસવાળાને આપો છો. મહેશે હાર્દિકના નામના ઉલ્લેખ કરતા સાંસદે હાર્દિકને સંબોધીને બેફામ ગાળા-ગાળા કરી ફોન કાપી નાખ્યો હતો.

અંગે રાદડિયાએ જણાવ્યું કે મારો અવાજ નથી. મે કોઈને સાથે ગાળા-ગાળા કરી હોય તેવું યાદ નથી. મને બદનામ કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે.