બેવોચ નાં પ્રમોસન માટે મુંબઈ આવી પ્રિયંકા

Priyanka-Chopra | bollywood | entertainmnet
Priyanka-Chopra | bollywood | entertainmnet

યંકા ચોપરા શુક્રવારે યુએસથી મુંબઇ આવી છે. તે અહીં 10 દિવસ માટે રોકાશે. પ્રિયંકાના વોર્મ વેલકમ માટે ભાઇ સિદ્ધાર્થ તેને લેવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પર પ્રિયંકા વ્હાઇટ ટીશર્ટ અને કોટન પેન્ટ પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન ફેન્સ પણ તેનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતાં.

પ્રિયંકાએ માન્યો ફેન્સનો આભાર

પ્રિયંકાએ આ વોર્મ વેલકમ માટે ટ્વીટ કરીને દરેક લોકોનો આભાર માન્યો હતો. પ્રિયંકાએ લખ્યું કે, “Wherever in the world I go.There is nothing like coming home.thank you to everyone who gave me such a warm welcome as I landed in mumbai ❤”।

‘બેવોચ’ના પ્રમોશન માટે ભારત આવી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા 10 દિવસ માટે ભારત આવી છે. તે અહીં પોતાની હોલિવૂડ ફિલ્મનું પ્રમોશન કરશે. જે પછી તે ફરી યુએસ જઇને ફિલ્મના સ્ટાર ડ્વેન જ્હોનસન અને જેક અફ્રોન સાથે પ્રમોશનલ ઇવેન્ટ્સમાં જોડાશે. જોકે, ફિલ્મના અન્ય સ્ટાર્સ ભારત આવશે કે નહીં તે અંગે કશું જાણવા મળ્યુ નથી. 19 મેના રોજ રીલિઝ થઇ રહેલી આ ફિલ્મમાં પ્રિયંકા વિક્ટોરિયાનું કેરેક્ટર કરી રહી છે. જે એક નેગેટિવ રોલમાં જોવા મળશે.