Abtak Media Google News

કોરોના મહામારીના કહેર વચ્ચે મધ્યમ પરિવાર તેમજ ગરીબ પરિવારની હરહંમેશ સાથે રહેનાર રાજકોટના દાતા સેવાભાવી ભામાશા બાબુભાઈ રામભાઈ વાંક તેમજ વિજયભાઈ બાબુભાઈ વાંક દ્વારા રસુલપરા, શકિતનગર તેમજ રવેચીનગર વિસ્તાર વગેરે સોસાયટીમાં જરૂરીયાતમંદ પરીવારને રસોડાની ચાહિતી કસ્તુરી ડુંગળી પરિવાર દીઠ ૭ કિલો દેવામાં આવી હતી. આ ડુંગળી આ પરિવારને ૧ મહિનાથી પણ વધારે ચાલે તે રીતે દેવામાં આવી હતી. બાબુભાઈ વાંક દ્વારા ૨૦૦૦ પરિવાર દીઠ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ તાલુકા પૂર્વ કારોબારી અધ્યક્ષ યોગુભા રાણા, રસુલપરા સોસાયટીનાં પ્રમુખ જુમાભાઈ દલ તેમજ મહમદભાઈ સોઢા, મુસ્તાકભાઈ બેલીમ, મહમંદભાઈ સિંહોરી, વલીબાપા દલ, જયદેવસિંહ જાડેજા, જયુભા પરમાર, શરીફભાઈ બરકાતી, શૈલેષભાઈ પટેલ વગેરે આગેવાનો સાથે રહ્યા હતા. આ સેવાકાર્યમાં નગરસેવક વિજયભાઈ બી.વાંક, સાથી નગરસેવક સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા તેમજ વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, અશોકભાઈ મારકણા, મહિલા પ્રમુખ સોનલબેન ભાલોકી, ભુપતભાઈ ધિયાડ, અજીતભાઈ વાંક, દિલીપભાઈ નિમાવત, ક્રિષ્ના યુવા ગ્રુપનાં પ્રમુખ બાલાભાઈ વાછાણી, રમેશભાઈ વાંક, રાજુભાઈ ગરચર, સંદિપભાઈ ભંડેરી, વોર્ડનાં યુવા પ્રમુખ લાલાભાઈ વિનુભાઈ વાંક, અજયભાઈ મૈયડ, રાજભા જાડેજા (દોમડ), નરેન્દ્રસિંહ (જીનામ), મહાવિરસિંહ પરમાર, ગાંડુભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ ચાવડા, મયુરભાઈ વાંક, ભીખુભાઈ વાંક, વિક્રમભાઈ ડાંગર, નિલેશભાઈ, ભરતભાઈ ઝાપડા વિગેરે સેવાભાવી સભ્યોએ સેવાકાર્યમાં સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.