Abtak Media Google News

યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરવામાં આવેલો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા હવે 14 દિવસ ક્વોરન્ટાઈન રખાશે:  તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ કરાશે

રાજકોટમાં યોજાનારી જાહેરસભા સહિતની ચૂંટણી પ્રચારની કામગીરી પર બ્રેક: કોરોનાના સામાન્ય લક્ષણ છે વધુ ચિંતા જેવું નથી: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે વડોદરામાં ચૂંટણી સભા સંબોધતી વેળાએ સ્ટેજ પર જ  પડ્યા હતા. પ્રાથમિક સારવાર વડોદરા ખાતે અપાયા બાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો કોરોના રિપોર્ટ કરાયો હતો. જે આજે પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી મુખ્યમંત્રીને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવશે અને કુલ 14 દિવસ ક્વોરન્ટાઈન રહેશે. તેમના  અંજલીબેન રૂપાણી અને પરિવારના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો કે બીજા રાહતના સમાચાર એ છે કે, મુખ્યમંત્રીના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કોરોના રીપોર્ટમાં પણ સીટી સ્કેન, ડીડાઈમર અને ઓક્સિઝન લેવલ નોર્મલ છે અને હાલ તેઓની સ્થિતિ સ્થિર તેઓના સંપર્કમાં આવેલા ભાજપના અન્ય બે નેતા પ્રદેશ  સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પિયુષ ગોયલ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે મુખ્યમંત્રીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ ત્રણ જાહેરસભા સંબોધી હતી. નિઝામપુરમાં જાહેરસભા  વેળાએ તેઓનું બીપી લો થઈ જતાં અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. પ્રાથમિક સારવાર અહીં અપાયા બાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે જ તેઓના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આજે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા એક હેલ્થ બુલેટીનમાં એવી જાહેરાત કરવામાં આવી હતી  મુખ્યમંત્રીના આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો છે અને તેઓને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં કોરોના પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે. તેમનામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. સીટી સ્કેન, ડીડાઈમર અને ઓક્સિજન લેવલ નોર્મલ છે. ટૂંકમાં તેઓની સ્થિતિ સ્થિર છે.

આજે બપોરે એક પત્રકાર પરિષદ સંબોધતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે  હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત છેલ્લા બે દિવસથી થોડી નરમ હતી. બે દિવસથી સામાન્ય તાવ જણાતો હતો. દરમિયાન ગઈકાલે વડોદરામાં તેઓ ચૂંટણી સભા સંબોધતીવેળાએ સ્ટેજ પર ઢળી પડ્યા બાદ તેઓને  સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ  પ્રોટોકોલ પ્રમાણે તેઓની સારવાર ચાલી રહી છે. તેઓને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. તેમનું ઓક્સિઝન લેવલ નોર્મલ છે. હાલ મુખ્યમંત્રીમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળી રહ્યાં હોય રોજ બે ટાઈમ ચેકઅપ કરવામાં આવશે. 8 થી 10 દિવસ સુધી હોસ્પિટલમાં રખાયા બાદ ડોકટરને યોગ્ય જણાશે બાદ રજા અપાશે. સીએમનો  અન્ય કોઈને આપવામાં આવ્યો ન હોવાનું પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીને અન્ય કોઈ બિમારી નથી અને હાલ સ્પેશિયલ સારવાર હેઠળ છે. ચૂંટણીલક્ષી બેઠકો અને સભાને કારણે થાક વધુ પડતો હોય ગઈકાલે તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ છે.  સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભાજપના સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાના સકંજામાં સપડાતા હવે તેઓ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેશે જેના કારણે મહાપાલિકા અને ત્યારબાદ યોજાનારી જિલ્લા પંંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરી શકશે નહીં.  મુખ્યમંત્રીની રાજકોટમાં જાહેરસભા યોજાવાની હતી જે પણ હવે રદ કરી દેવામાં આવી છે. ગઈકાલે તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા બાદ ખુદ વડાપ્રધાન મોદીએ તેઓની સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને સ્વાસ્થ્યની વધુ કાળજી લેતા આરામ કરવાની સલાહ આપી હતી.

મુખ્યમંત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Amit Shah 12

વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ ફરી લોકસેવાના કાર્યમાં લાગે તેવી શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે પણ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય  ભગવાનને પ્રાર્થના કરી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના બે નેતાઓ કોરોનાની મહામારીને મહાત આપી ઝડપથી સાજા થઈ લોકસેવામાં લાગે તેવી પ્રાર્થના કરી હતી. સી.આર.પાટીલ સતત યુ.એન.મહેતા હોસ્પિટલનાં ડોકટરોના સંપર્કમાં છે.  તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેની  નોર્મલ છે અને હાલ મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના સીવાયના તમામ રિપોર્ટ નોર્મલ છે અને તેઓને ઝડપી રીકવરી આવે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે અને હું ડોકટરોની ટીમ સાથે સતત સંપર્કમાં છું.

વિજય રૂપાણી ફીટ પણ છે, અને હીટ પણ: અંજલીબેન રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન  આપી ‘અબતક’ને માહિતી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે રાત્રે વડોદરામાં એક ચૂંટણીસભા સંબોધતી વેળાએ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો અને શુભ ચિંતકોમાં ભારે ચિંતાની લાગણી પ્રવર્તી જવા પામી છે. દરમિયાન મુખ્યમંત્રીની તબીયત એકદમ સારી છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.  24 કલાક સુધી તેઓને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હેલ્થ બુલેટીન જાહેર કર્યા બાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે. આજના મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આજે સવારે અમદાવાદ ખાતેથી ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની  હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને બ્લડ પ્રેશર તથા બ્લડ સુગર પણ નોર્મલ છે. ચિંતા જેવું નથી. હાલ તેઓ યુ.એન.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે અને ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે વડોદરામાં અલગ અલગ ત્રણ ચૂંટણીસભાઓ મુખ્યમંત્રીએ સંબોધી હતી. દરમિયાન  છેલ્લી અને અંતિમ જાહેરસભા સંબોધતી વેળાએ મુખ્યમંત્રીનું બીપી લો થવાના કારણે તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જ્યાં તેઓને વડોદરા શહેર ભાજપ પ્રમુખ જે વ્યવસાયે તબીબ છે તેઓ દ્વારા પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી. થોડીવાર બાદ ખુદ મુખ્યમંત્રી સ્ટેજ પરથી જાતે પગથીયા ઉતરી પોતાની કારમાં બેસી એરપોર્ટ ગયા  જ્યાં તેઓએ કારમાંથી મીડિયાકર્મીઓ અને સમર્થકો સામે હાલ હલાવી પોતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાના સંકેતો આપી દીધા હતા. સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે તેઓની તબીયત લથડી હતી. થાક અને ડીહાઈડ્રેશનના કારણે બીપી લો થતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. તેઓને વડોદરાથી તાત્કાલીક અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને રાત્રે  હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની તબીયત લથડી હોવાની જાણ થતાં જ ગઈકાલે રાત્રે અંજલીબેન રૂપાણી રાજકોટથી બાય રોડ અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. આજે સવારે તેઓએ એવી માહિતી આપી હતી કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે.  અને સુગર કંટ્રોલમાં છે. લોકોએ ચિંતા કરવા જેવું કંઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે રાત્રે જ ટેલીફોનિક વાતચીત કરી ખબર અંતર પૂછયા હતા. સ્વાસ્થ્યની સંપૂર્ણ ચકાસણી કરી લેવા, વધુ કાળજી લેવા અને આરામ કરવાની સલાહ આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીની તબીયત લથડ્યા બાદ હાલ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે છતાં  24 કલાક યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આજના મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.