Abtak Media Google News

પિકઅપ સ્ટેન્ડે મુસાફરો બસની રાહ જોતા રહ્યા, એસટી સમયસર ના મળતા મુસાફરો અકળાયા બસ-સ્ટેન્ડનું સંચાલન વ્યવસ્થિત થતા હજુ બે થી 3 દિવસ લાગશે તેવો ડેપો મેનેજરનો લુલો બચાવ

Dsc 1365

ઢેબર રોડ ખાતેના બસપોર્ટ પરથી સમગ્ર રૂટની બસનું સંચાલન શરૂ થયા બાદ મુસાફરોને અવગડતા પડી રહી છે અને મુસાફરોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે માધાપર ચોકડી નજીક કામચલાઉ ધોરણે નાનું બસ-સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું છે. જો કે અહીં આશ્ચર્યની વાત તો  છે કે ખુદ એસ.ટી બસોના ડ્રાઇવરોને જ નથી ખબર કે માધાપર ચોકડી નજીક બસ સ્ટેન્ડ ક્યાં આવેલું છે. આજે સવારે મુસાફરો અને ડ્રાઈવરો એસ.ટી સ્ટેન્ડ ગોતવામાં જ ભૂલા પડી ગયા હતા. માધાપર ચોકડીના પિકઅપ સ્ટેન્ડ પર મુસાફરો વહેલી સવારથી રાહ જોઇને ઉભા રહ્યા હતા. જો કે એકપણ બસ સમયસર  આવતા મુસાફરો અકળાયા હતા. જો કે આ બાબતે ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેને જણાવાયું હતું કે, સંચાલન વ્યવસ્થિત થતા બે થી ત્રણ દિવસ તો લાગશે જ.

ઉલ્લેખનીય છે કે, માધાપર ચોકડી પહેલા 150 ફૂટ રિંગ રોડ પર નવું એસ.ટી સ્ટેન્ડ ત્યાર કરવા થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  જાહેરાત કરવામાં આવી હતી. જો કે હાલ કામચલાઉ ધોરણે ઢેબર રોડ સ્થિર બસપોર્ટ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે માધાપર નજીક નાનું બસ-સ્ટેન્ડ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જો કે મળતી માહિતી મુજબ આ બસ-સ્ટેન્ડ પાકા પાયે બનતા દોઢવર્ષ કે તેથી વધુનો સમય વીતી જશે.

Dsc 1367

આ બસ સ્ટેન્ડ  જૂનાગઢ, મોરબી અને જામનગર સહિત રૂટોની બસો ઉપડશે. જેમાં જામનગર તરફથી 37 ટ્રીપો, જૂનાગઢ તરફની 25 ટ્રીપો અને મોરબી રૂટની 8 બસો માધાપર ચોકડી નજીકના સ્ટેન્ડની ઉપડશે. હાલ આ બસ સ્ટેન્ડમાં કુલ 5 પ્લેટફોર્મ બનવવામાં આવ્યા છે. જયારે પાકા પાયે આ બસ સ્ટેન્ડ બનતા લગભગ દોઢેક વર્ષથી વધુનો સમય  જશે. આ બસ-સ્ટેન્ડમાં પૂછપરછ ઓફીસ, વિદ્યાર્થીઓ અને મુસાફરોના પાસની સુવિધા અને પેસેન્જર માટે વેઇટિંગ રૂમની સુવિધા હશે.

જો કે આજથી શરૂ થયેલા આ બસ-સ્ટેન્ડની એસ.ટીને ડ્રાઇવરોને પણ ખબર ન હોતી કે આ બસ સ્ટેન્ડ ક્યાં છે. તો મુસાફરો તો સાવ અજાણ જ હતાં મોટા ભાગના મુસાફરો માધાપર ચોકડી એસ.ટી  અપ સ્ટેન્ડ પર બસની કલાકો સુધી રાહ જોઈ બેઠા રહ્યા હતા. ત્યારે હવે માધાપર બસ-સ્ટેન્ડ સંપુર્ણ રીતે ક્યારે બનશે અને ઢેબર રોડ સ્થિર બસપોર્ટ પર ટ્રાફિકની સમસ્યા ક્યારે હળવી થશે તે તો જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.