Abtak Media Google News

કાલાવાડ રોડ ઉપર બનેલા પ્રોજેકટ ઇસ્કોન એમ્બિકોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદધાટન કરાશે: સામાજીક-રાજકીય આગેવાનો અને ઉઘોગપતિઓ ઉ૫સ્થિત રહેશે

રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઇ ‚પાણીનું આગામી તા.૬ને શનિવારે શહેરની જુદી જુદી સામાજીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા અભિવાદન સમારોહ યોજવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું છે.

આ ઉપરાંત મવડી કાલાવાડ રોડ ઉપર ઇસ્કોન એમ્બિકો નવા બીલ્ડીંગનો પ્રોજેકટ નું ઉદધાટન પણ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે કરાશે. આ પ્રોજેકટના ૩ બીએચકે અને થ્રી બીએચકેના ૩૬૧ ફલેટ બનાવાયા છે. બગીચા, ગાર્ડન સ્વીમીંગ પુલ જીમ સહીતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

મુકેશભાઇ તોગડીયા, વિક્રમભાઇ રાઠોડની સંયુકત યાદીમાં જણાવેલ છે કે રાજકોટના પનોતા પુત્ર અને સમગ્ર ગુજરાતના યુવાનોના માર્ગદર્શક મુખ્યમંત્રીનું સન્માન કરવું તે સમગ્ર રાજકોટના લોકો માટે આનંદ અને ગૌરવની વાત છે અને આ સંદર્ભે મુખ્યમંત્રીનું સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે.

ગુજરાતના લોકોની સુખ-સુવિધા અને સમૃઘ્ધિમા: વધારો થાય અને ગુજરાતમા: કાયમી ધોરણે શાતિ અને વિકાસ ચાલુ રહે તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રી જેટ ઝડપી જે પગલા લીધા છે તે ખુબ જ આવકાર દાયક છે.

ખાસ કરીને દા‚બંધી જે કાયદો અમલમાં હતો તે કાયદામાં સુધારા કરીને ગરીબ ઘરના લોકોના ચુલામાં લાકડા ન આવતા પરંતુ દારુની કોથળી અને દારુની બોટલ ઘરમાં આવી જતી તેમને આ મુખ્યમંત્રીએ બહેનોના હિતમાં અને સમગ્ર સમાજના હિતમાં નવો કાયદો લાવીને દારુબંધીનો કડક અમલ ચાલુ કરાવીને લાખો આર્શીવાદ લીધા છે. આ ઉપરાંત ગુજરાતની અંદર જે રીતે માલઢોરની ચોરી કરીને અને ખાસ કરીને ૩૩ કરોડ જેમા વાસ છે. એવી ગૌવંશ હત્યા સંપૂર્ણ પણે બ્રેક મારી ને સંપૂર્ણ રીતે ગૌહત્યા મુકત ગુજરાત કરીને હજારો ગાયોને જીવો બચાવેલ છે. અને લાખો ગૌ પ્રેમીઓના આર્શીવાદ મેળવેલ છે.

બાળકોના વિકાસ માટે અને સારા શિક્ષણ માટે ફી નિયમન કાયદો લાવીને સમગ્ર ગુજરાતના તમામ વાલીઓને મુખ્યમંત્રીના વાલી આર્શીવાદ મેળવેલ છે અને સામાન્ય ઘરના બાળકો શ્રેષ્ઠ અને સારી સંસ્થાના નોમીનલ ફીમાં સારુ શિક્ષણ લઇ શકશે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ર્ન સૌની યોજના દ્વારા કાયમી ધોરણે નીરાકરણ લઇ આવ્યા છે અને રાજકોટના રેલનગર વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી લોકોની હાડમારીને હટાવવા માટે મુખ્યમંત્રીએ અથાગ પ્રયત્નો કરીને રેલ નગર ઓવર બ્રીજ સમંપીત કરેલ છે.

રાજકોટને ઇન્ટરનેશનલ કક્ષાએ એરપોર્ટ આપવા માટે આગામી દિવસોમાં રાજકોટને એમ્સ મળે તે માટે મુખ્યમંત્રી જે પ્રયત્નો કરી રહયા છે અભિનંદન અને આવકારને પાત્ર છે.

આ અભિવાદન સમારોહમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના શ્રેષ્ઠીઓ ખોડલધામના નરેશભાઇ પટેલ, સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, કે.સી.એલ ના વિજયસિંહ અમરસિંહ બારડ, સુઝલોન ગ્રુપ ના બળવંતસિંહ પરમાર, નિરાલી ગુ્રપના ચંદ્રસિંહ ધીરુભા રાઠોડ, જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રાજકોટના મેયર ડો. જેમૈનભાઇ ઉપાઘ્યાય, નીતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, પુષ્કર પટેલ, કમલેશ મિરાણી, માજી મંત્રી ગોવીંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, રાજકોટ ડેરી ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહીતના મોભીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉ૫સ્થિત રહેવાના છે.

આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં સંતસમાજ તરફથી અને જામનગર ખીજડા મંદીરના મહંતશ્રી કૃષ્ણમણી મહારાજ રામનાથ બિલખા ના મહંતશ્રી સચીદાનંદજી બાપુ દાણીધારના મહંત તથા રાજકોટ હવેલી મુખ્યાજી શીશીર મહારાજ સહીતના સંતો ઉપસ્થિત રહેવાના છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શકિતસિંહ રાઠોડ, રઘુભાઇ રાઠોડ, પ્રકાશભાઇ તોગડીયા, અરવિંદભાઇ તોગડીયા, જૈનમભાઇ મેધપરા, ધવલભાઇ ટીલાળા, હિતેષભાઇ વેગળ, જયસુખભાઇ પંચાસરા, અશ્ર્વિનભાઇ પાડલીયા, અરવિંદભાઇ સોરઠીયા, નિકુંજભાઇ સોરઠીયા, સંજયભાઇ મેધપરા, હિતેષભાઇ ભાલોડીયા તથા હાલ્ડા કોમ્પ્યુટરવાળા અમિતભાઇ દોશીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.