Abtak Media Google News

જયાં માનવી ત્યાં સુવિધા ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે પણ લોક કલ્યાણ અને વિકાસ જેવા મહત્વના નિર્ણયો

વિજયભાઇ રુપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એને આજે તા. ૭મી ઓગસ્ટે ચાર વર્ષ પૂર્ણ થયા. આંખના પલકારામાં આ સમય વિતિ ગયો.અને એ દરમિયાન એમણે જે નિર્ણયો લીધા છે, જે કામ કર્યું છે એની નોંધ દેશના અન્ય રાજ્યોએ પણ લીધી છે. ગુજરાતના વિકાસનો જે માર્ગ નરેન્દ્રભાઇ મોદી કંડારીને ગયા એના પર ગુજરાતને વિજયભાઇએ સતત સારી રીતે દોરવણી આપી છે એવું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઇએ કહ્યું આજે કોરોના સમયમાં જ્યારે વિશ્વના મજબૂત દેશો પણ હાંફી ગયા છે ત્યારે આપણે ત્યાં ગુજરાતમાં સરકારે જે વ્યવસ્થા કરી છે એ ઘણી પ્રશંસનીય છે. ગુજરાતમાં ધન્વંતરી રથ ફરી રહ્યો છે એના વખાણ બધે થયાં છે અને અન્ય રાજ્યોને પણ એ મોડેલ અપનાવવા માટે કેન્દ્ર સરકારે અનુરોધ કર્યો છે. આ તો જો કે તાજેતરની સિધ્ધિ છે. એ સિવાય પણ ચાર વર્ષમાં વિજયભાઇએ એવા એવા નિર્ણય લીધા છે જેની અસર ગુજરાતની પ્રજાના જીવન પર દુરોગામી થઇ છે એવું તેમણે જણાવ્યું હતું.

રાજ્યના લોકોની પ્રાથમિક સુવિધા હોય કે પછી અન્ય કોઇ વિકાસકામ હોય વિજયભાઇએ તમામ પાસાંને ધ્યાને રાખીને રાજ્યનું સંચાલન કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘના સંસ્કારથી એ ઘડાયા છે અને એટલે તદ્દન છેવાડાના માનવી સુધી એમના વિચાર પહોંચે છે. ઉચ્ચ શિક્ષણ, પાણી,વિજળી તમામ ક્ષેત્રે જે રીતે એ રાજ્યને આગળ વધારી રહ્યા  છે એ અન્યો માટે પણ અનુસરણીય છે.  કોઇ પણ ક્ષેત્રમાં સફળ તો અનેક લોકો થાય. વિજયભાઇ મુખ્યમંત્રી તરીકે સફળ થવાની સાથે સાર્થક પણ નિવડ્યા છે.એક સહજ,સરળ જમીન થી જોડાયેલા જ્યાં માનવી ત્યાં સુવિધા એ એ સૂત્ર એ મંત્ર ને અમલ માં મુકનારા સતત કાર્યશીલ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ રાજુભાઇ ધ્રુવે પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.