Abtak Media Google News

ઇસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાનને લઇ આતુર

ચંદ્ર પર 14 દિવસની લાંબી રાત્રી પછી આજે સવાર પડવાની છે. સવાર થતાની સાથે જ સૂર્ય પ્રકાશથી ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર  અને પ્રજ્ઞાન રોવર  ફરીથી એક્ટિવ થવાની રાહ આખી દુનિયા જોઈ રહી છે. 14 દિવસ પહેલા બંનેને સ્લિપ મોડમાં નાંખી દેવામાં આવ્યા હતા. આમ તો મિશન પુરુ થઈ ચુક્યુ છે પરંતુ જો રોવર અને લેન્ડર ફરી એક્ટિવ થાય તો તે બોનસ ગણાશે. જણાવી દઇએ કે ચંદ્રયાન-3એ 23 ઓગસ્ટના દિવસ ચંદ્રની દક્ષિણ સપાટી પર લેન્ડિંગ કર્યું હતું ને આવું કરનારો ભારત પ્રથમ દેશ બન્યો હતો.

પ્રજ્ઞાન અને વિક્રમ જાગૃત થશે તો ચંદ્ર પરના અનેક ગુઢ રહસ્યો પર પડદો હટશે

ઈસરોના વૈજ્ઞાનિકો ગુરુવાર પછી શુક્રવારે મોડ્યુલને ’રીબૂટ’ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી રહ્યા છે. ભારતીય અવકાશ એજન્સીને આશા છે કે શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદય થતાંની સાથે જ ઉપકરણ ફરીથી કામ કરવા માટે તૈયાર થઈ શકે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ વિક્રમ અને પ્રજ્ઞાન જ્યાં પાર્ક થયું છે તેને શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે.

ઉપકરણ ફરી જાગશે તો તે ખૂબ સરળ હોત, પરંતુ આપણે એ જોવા માટે રાહ જોવી પડશે કે સૂર્યોદય પછી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે. ખાસ વાત એ છે કે ચંદ્ર પર સૂર્યોદય તો બુધવારે થઈ ચૂક્યો છે, પરંતુ વિક્રમ અને પ્રજ્ઞાનને જાગવા માટે સૂર્યના યોગ્ય એન્ગલની જરૂર છે. અખબાર સાથે વાત કરતા, યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર એમ શંકરન કહે છે, ’સિસ્ટમ માટે કામ કરવાનો સારો એંગલ 6 ડિગ્રીથી 9 ડિગ્રી વચ્ચે હશે. તાપમાને પણ એક મર્યાદા વટાવી પડશે. ખાસ વાત એ છે કે જો વિક્રમ અને પ્રજ્ઞાન જાગવામાં સફળ થાય છે તો તે મોટી સફળતા હશે. જો કે આમ ન થાય તો પણ ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ માનવામાં આવશે. પ્રજ્ઞાણ અને વિક્રમ ફરી જાગૃત થશે તો ચંદ્ર પરના અનેક ગુડ રહસ્યો પર પડદો હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ચંદ્ર ઉપર 14 દિવસ સૂર્ય અને 14 દિવસ રાત્રી હોય છે. ચંદ્રની સપાટી ઉપર સૂર્ય પ્રકાશ પડતા જ ઇસરોના બંને ઉપકરણો કાર્ય શરૂ કરે તેવી શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.