Abtak Media Google News

વિરમગામ ડિવિઝન એએસપી ડો.લવિના સિન્હાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિરમગામ રૂરલ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન રૂપિયા1,94,33500/- નો ગેરકાયદે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો વિવિધ સમયે ઝડપી પાડવામાં આવેલ અને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રૂપિયા 54,00,000/- નો ભારતીય બનાવટનો ગેરકાયદે ઇંગ્લિશ દારૂ બે વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવે ત્યારે આવા ઝડપાયેલા દારૂ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ જેનો નાશ કરવો જરૂરી હોય ઉચ્ચ અધિકારીઓ સહિત નશાબંધી ખાતામાંથી પરમીશન મેળવી આજરોજ વિરમગામ-સોકલી હાઈવે પર આવેલ પ્રાઇવેટ જગ્યામાં ઇંગ્લિશ દારૂ ની બોટલો હારબંધ ગોઠવી તેના ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement

જેમાં વિરમગામ ડિવિઝન એસીપી ડો.લવિનાસિન્હા, વિરમગામ પ્રાંત સુરભી ગૌતમ,ધોળકા નશાબંધી ખાતાના પી.એસ.આઇ ડોડીયા, વિરમગામ પીએસઆઇ વી.એ. શેખ, વિરમગામ ટાઉન પી.આઈ. એમ.એ.વાઘેલા સહિતના ઓની ઉપસ્થિતિમાં ઝડપાયેલા ગેરકાયદે દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.