Abtak Media Google News

એમ.આર.એફ. સાથે ૧૦૦ કરોડથી વધુના કરારો ૮ વર્ષ માટે રીન્યુ કર્યા

વિરાટ કોહલીએ ઓફ ફીલ્ડ પર વધુ એક સદી ફટકારી છે. આ વખતે ટાયર ઉત્પાદન કરતી એમ.આર.એફ. દ્વારા ભારતીય કિકેટ ટીમના કપ્તાન સાથેના ૧૦૦ કરોડથી વધુ સ્પોન્સરશીપના કરારો આગામી આઠ વર્ષ માટે રીન્યુ કર્યા છે.

Advertisement

આ ક્ષેત્રે કોહલીનો કુદકો ૧૧૦ કરોડ ‚ા ના એન્ડોર્સમેન્ટ કરારો લાસફસ્ટાઇલ બ્રાન્ડ પુમા સાથે આગળ વઘ્યો છે. આ અંગે કોર્નર સ્ટોન સ્પોર્ટસના સીઇઓ બંગી સચદે જણાવે છે કે તેમની એજન્સી  પ્રત્યુતર થકી એમ.આર.એફ. અને તેમના નાણા બન્ને ઉપલબ્ધ બતી ગયા. આ અગાઉ પણ સારા ક્રિકેટરોએ એમ.આર.એફ. પાસેથી સારી આવક મેળવી છે. જેમાં સચીત તેંડુલકર, બાયન લારા અને સ્ટીવ-વોનો સમાવેશ થાય છે.

હાલ, કોહલીની સાથેના ખેલાડી પર નજર નાઈને તો શીખર ધવન અને સાઉથ આફ્રિકન બેટસમેન એ.બી. ડે વિલીયર્સ પણ સારુ કમાઇ રહ્યા છે. ત્યારે કોહલીએ કમાણીમાં હરણફાળ ભરી છે અને ૨૦૧૬ના મઘ્યમાં ૧૩ બ્રાન્ડની મળી ૧૦૦ કરોડની કમાણી કરી છે. ૨૮ વર્ષના કોહલીએ અગાઉ પણ રાઇટ-હેન્ડ બેટસમેનોને પુમા સાઇન કરીને પછડાટ આપી હતી. કે જે સૌથી મોટી બ્રાન્ડ છે. એવું સ્પોટર્સ માર્કેટીંગ ફર્મના રામક્રિષ્નન આર દ્વારા જણાવ્યું હતું. વધુમાં કોહલી એ આ કરાર સાઇન કરીને ટોચના ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. તેમજ હવે તેેણે કરારો આગામી આઠ વર્ષ માટે રીન્યુ કરીને રોજના ‚ા ૪ કરોડની કમાણી કરનાર કદાવર સાબિત થયો છે. તેમ જણાવ્યું હતું. પી.વી.સિંધુ નુ: મેનેજમેન્ટ સંભાળનાર રામક્રિષ્નએ ઉમેયું હતું કે રમતવીરોમાં અગ્ર કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. હવે તેની સરખામણી નાવોક જાન્કોવીયની લાકોસ્ટે સાથેના કરાર સાથે ટોચની કમાણી સાથે ગણના થઇ રહી છે.

ભારતીય કપ્તાન વિરાટ એમ.આર.એફ. સાથે કરાર કરીને ૧૦૦ કરોડથી વધુના બે કરારો કરનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. સચદે વધુમાં ઉમેરે છે કે આ તગડા કરાર બાદ હવે અન્ય કંપની સાથે ઓછાના કરારો તેમને હવે કોહલી માટે ખપશે નહીં  અને કેટલીક બ્રાન્ડ સાથેના કરારો એમ રદ કરીશું તેમ ઉમેર્યુ હતું. સચીન બાદ ઉંચો કરાર કરનાર ખેલાડીમાં ધોની પછી કોહલીએ એકકો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.