Abtak Media Google News

બીસીસીઆઈએ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રાકટ જાહેર કર્યા: ૨૭ ક્રિકેટરોનો સમાવેશ: અશ્ર્વિન, જાડેજા, ભુવનેશ્ર્વર કુમાર, ચેતેશ્વર પૂજારા, અંજિકયે રહાણે, કે.એલ.રાહુલ, શિખર ધવન, મહમદ શામી, ઈશાંત શર્મા, કુલદિપ યાદવ અને રિષભ પંતનો એ-ગ્રેડમાં સમાવેશ

એ-પ્લસ ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીને વર્ષે રૂથા.૭ કરોડ, એ-ગ્રેડમાં રૂથા.૫ કરોડ, બી-ગ્રેડમાં રૂથા.૩ કરોડ અને સી-ગ્રેડમાં રૂથા.૧ કરોડ ખેલાડીઓને ચૂકવાશે

ભારતીય ટીમને પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૮ વર્ષના લાંબા અંતરાલ બાદ વન-ડે વર્લ્ડકપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહે તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યાં છે. આજે બીસીસીઆઈ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રાકટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ૪ કેટેગરીમાં કુલ ૨૭ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ કેટેગરીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સપ આપવામાં આવ્યું ન હોય. ક્રિકેટ રસીકો અને વિવેચકો આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા છે. એ-પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જશપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈ દ્વારા આજે ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રાકટ જાહેર કરાયા છે. જેમાં અલગ અલગ ચાર કેટેગરી રાખવામાં આવી છે. એ-પ્લસ કેટેગરીમાં સમાવિષ્ટ ખેલાડીઓને વાર્ષિક રૂથા.૭ કરોડ, એ-ગ્રેડમાં રૂથા.૫ કરોડ, બી-ગ્રેડમાં રૂથા.૩ કરોડ અને સી-ગ્રેડમાં રૂથા.૧ કરોડ ખેલાડીઓને ચૂકવામાં આવશે. કુલ ૨૭ ખેલાડીઓનો ચાર કેટેગરીમાં સમાવેશ કરાયો છે. જેમાં પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો એક પણ કેટગરીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોય ધોનીનું ક્રિકેટ કેરીયર જાણે ખતમ ઈ ગયું હોય તેવો અહેસાસ ક્રિકેટ પ્રેમીઓ અને સર્મકો કરી રહ્યાં છે.

એ-પ્લસ કેટેગરીમાં સુકાની વિરાટ કોહલી, ઉપ સુકાની રોહિત શર્મા અને વિશ્ર્વના નંબર-૧ બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને વાર્ષિક કોન્ટ્રાકટ પેટે રૂથા.૭ કરોડ ચૂકવવામાં આવશે. જ્યારે અશ્ર્વિન, જાડેજા, ભુવનેશ્ર્વર કુમાર, ચેતેશ્ર્વર પૂજારા, અંજિકયે રહાણે, કે.એલ.રાહુલ, શિખર ધવન, મહમદ શામી, ઈશાંત શર્મા, કુલદિપ યાદવ અને રિષભ પંતનો એ-ગ્રેડમાં સમાવેશ છે. જેઓને બીસીસીઆઈ દ્વારા વાર્ષિક રૂથા.૫ કરોડ ચૂકવવામાં આવશે. બી ગ્રેડમાં રિધીમાન સહા, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા અને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સી-ગ્રેડમાં કેદાર જાદવ, નવદીપ સૈની, દિપક ચહર, મનિષ પાંડે, હનુમા વિહારી, સાર્દુલ ઠાકુર, શ્રેયાંસ ઐયર અને વોશિગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.