Abtak Media Google News

1 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ: ત્રણ જિલ્લાના લોકો આંદોલનમાં જોડાશે

અબતક, ગીજુભાઈ વિકમા, વિસાવદર

Advertisement

વિસાવદર શહેરની વિવિધસંસ્થાઓ આખરે ટ્રેન ચાલુ કરવા મેદાને આવેલ છે અને દોઢ વર્ષની રાહ જોયા બાદ આખરે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ તથા વિસાવદર પેસેન્જર એસોસિએશન તથા શહેર તથા ગ્રામ્ય પંથકની વિવિધ સંસ્થાઓ દ્વારા આખરે રેલવે તંત્રને તા.1/12/21 સુધીમાં બંધ થયેલી કોરોના કાળ પહેલાની તમામ ટ્રેનો પૂર્વવ્રત ચાલુ કરવા અલ્ટીમેટમ આપેલ છે અન્યથા વિસાવદર રેલવે સ્ટેશન સામે તા.1/12/21 થી આંદોલન ચાલુ કરવાની લેખીત ચીમકી આપેલ છે ત્યારે જુનાગઢના કહેવાતા બની બેઠેલા ત્રણથી ચાર આગેવાનોના કારણે ત્રણ જિલ્લાને લાગુ પડતી ટ્રેનો કોરોનાના બહાના નીચે બંધ કરી દેવામાં આવેલ હતી જૂનાગઢ જિલ્લામાં હવે કોરોનાના કેસો નથી એમછતા પણ અન્ય તમામ ટ્રેનો ચાલુ થઈ ગયેલ હોવાછતાં પણ તેમજ અનેક રજૂઆતો કરવા છતાં પણ ટ્રેન ચાલુ નહિ કરતા વિસાવદર,બિલખા,ધારી, તાલાલા,તથા બિલખા સુધીના ત્રણ જિલ્લાના લોકો તથા આઠ તાલુકાના લોકો દ્વારા ટ્રેન બાબતે મીટીંગો થઈ રહી હતી આખરે મૂળ સ્થિતિ મુજબની તમામ ટ્રેનો ચાલુ કરવા તથા ટ્રેનોનું સ્ટેશન ન ફેરવવા તેવા વિવિધ મુદા માટે વિસાવદરથી આંદોલન ની શરૂઆત કરાઈ રહી હોવાનું પણ જાણવા મળી રહીયું છે.છેલ્લા બે વર્ષથી કોરોનાના ઓઠા તળે ઉપરોક્ત ટ્રેન રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે,ત્યારબાદ ક્રમેક્રમે વિસાવદરને જોડતી અમરેલી-સાસણ-તાલાલા-વેરાવળની મીટરગેજ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઈન પર દોડતી ટ્રેન કોઈપણ કારણ ન હોવા છતા ચાલુ કરાતી નથી..આ અંગે તમામ સ્તરે લેખિત-મૌલિક-સંકલિત વારંવાર રજુઆતો કરાય છે,પરંતુ રેલ્વે તંત્ર લેશમાત્ર પ્રત્યુતર આપવાનુ પણ મુનાસીબ નથી સમજતુ..!! આ મીટરગેજ ટ્રેન અબાલ-વૃદ્ધ-મહિલાઓ-બાળકો-અપડાઉન કરતા નાના ખાનગી-સરકારી કામદારો માટે આશીર્વાદરૂપ હોય અને દરરોજ ભરચક્ક ટ્રાફીક રહેતો હોય,છતાં પણ યેનકેન પ્રકારે આ ટ્રેન શરૂ કરાતી નથી..!!

રેલવેના જી.એમ,ભાવનગર તથા જૂનાગઢ,અમરેલીના સાંસદસભ્યોને પણ જાણ કરાઈ હતી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ ભટ્ટ,ભાજપ અગ્રણી હિમતભાઈ દવે,પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઈલિયાસભાઈ ભારમલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયપ્રકાશભાઈ છતાણી તેમજ અનેક સસ્થાઓ દ્વારા તા.1/12/21 થી ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી અપાયાના સમાચારો વાયુવેગે પ્રસરી જતા ત્રણ જિલ્લા તથા આઠ તાલુકાની પ્રજાના તથા વિવીધ સંસ્થાઓના પ્રમુખ તથા તેમની ટિમ દ્વારા આ આંદોલનને સ્વયંભૂ ટેકો જાહેર કરાયેલા છે અને જરૂર જણાય તમામ વિસ્તારની પ્રજા આ અદોલનમાં જોડાશે તેમ લાગી રહ્યું છે.ત્યારે ત્રણ જિલ્લાની પ્રજા અને આઠ તાલુકાની જનતાએ ટેકો જાહેર કરતા થોડા દિવસોમાં કઈક નવા જૂની સાથે કડાકા ભડાકા થશે ત્યારે વિના કારણે ટ્રેન બંધ રખાતા સરકાર સામે પણ રોષ ફાટી નીકળ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.