Abtak Media Google News

વોર્ડ નં.૪ ની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશભાઇ પીપળીયાની જીત થતાં શહેર ભાજપમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ત્યારે કોર્પોરેટર પરેશભાઇ પીપળીયાએ વોર્ડ નં.૪ ના મતદારોનો આભાર વ્યકત કરવા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું કે વોર્ડ નં.૪ માં તેઓની જીતનો શ્રેય શહેર ભાજપ સંગઠન, વોર્ડ સંગઠન અને કાર્યકર્તાઓના શીરે જાય છે.

લોકોએ ભાજપ પર વિશ્ર્વાસ મુકીને મને જીત અપાવી છે. ત્યારે આ વોર્ડના લોકો માટે હું હંમેશા કાર્યરત રહીશ વોર્ડ નં.૪ માં ૩ કોંગ્રેસના અને ભાજપના અશ્ર્વીનભાઇ મોલીયા કોર્પોરેટર હતા. કોંગ્રેસના કોર્પોરેટરો કયારેય પ્રજાની વચ્ચે આવ્યા નથી ત્યારે અશ્ર્વીનભાઇ મોલીયા લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા તનતોડ મહેનત કરતા હતા તેઓએ મેટલીંગ કામ, મુખ્ય માર્ગોનું કામ, ડ્રેનેજનું કામ અને કોમ્યુનીટી હોલ બનાવવા જેવી મહત્વની કામગીરી કરી સાચા અર્થમાં નગરસેવક બન્યા છે.આગામી દિવસોમાં હું અશ્ર્વિનભાઇ મોલીયા સાથે રહી વોર્ડ નં.૪ના વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરવા હંમેશા પ્રયત્ન શીલ રહીશ.

અંતમાં પરેશભાઇ પીપળીયાએ વોર્ડ નં.૪ ની ચુંટણીમાં જીતાડવા બદલ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.

આ તકે કોર્પોરેટર અશ્ર્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પ્રભારી અશોકભાઇ લુણાગરીયા, પ્રમુખ સંજયભાઇ ગોસ્વામી, મહામંત્રી સંજયભાઇ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઇ ડડૈયા, પૂર્વ પ્રમુખ દેવદાનભાઇ ડુગશીયા, ભરતભાઇ સાવકીયા, અમિતભાઇ વેકરીયા, રાજભાઇ લીંબાસીયા, દિપકભાઇ વઘાશીયા, દિલીપભાઇ લુણાગરીયા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.