Abtak Media Google News

કઠપૂતળીનો ખેલ, ભવાઇ, મદારી, આદિવાસી નૃત્ય, કાઠીયાવાડી રાસ, તલવાર રાસ જેવા ભાતીગળ કલા પેશ કરાઇ

રાજકોટ ખાતે અહીં બાલભવન ખાતે રમત ગમત કચેરી રાજકોટ તથા રંજની આર્ટસના સંયુકત ઉપક્રમે લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કઠપુતળી નો ખેલ, ભવાઇ, મદારી, આદિવાસી નૃત્ય, કાઠીયાવાડી રાસ, તલવાર રાસ જેવા ભાતીગળ  કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળા પ્રમાણમાં બાળકો તથા તેમના વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી ક્રિષ્નાબહેન તથા રમત ગમત કચેરી રાજકોટનાં સ્પોર્ટસ અધિકારી જાડેજા હાજર રહ્યા હતાં.

Advertisement

Vlcsnap 2018 02 19 10H17M49S187જાડેજાએ ‘અબતક’સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે સરકારનાં પ્રયાસો સતત એવા રહે છે કે જે કલા લુપ્ત થઇ રહી છે. તેને ઉજાગર કરવી જોઇએ. જેથી આ પ્રયાસ કરે છે. અને આ પ્રયાસ સફળ થયો છે તેવું વાલીઓ તથા બાળકોની ઉ૫સ્થિતિ પરથી તારણ કાઢી શકાય.ટૂંકમાં આપણી ભૂલાવી ન જોઇએ.

Vlcsnap 2018 02 19 10H16M56S181

Vlcsnap 2018 02 19 10H18M06S100

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.