Abtak Media Google News

રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા અને કેશોદ સહિતના નગરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય રાજકોટમાં સોની બજાર, ઇમિટેશન માર્કેટ, ચાની કિટલીઓ સહિતનું શનિ-રવિ બંધ 

કોરોના મહામારી રોકવા માટે સૌરાષ્ટ્રની જનતા જાગૃત થઈ ચૂકી છે. સરકાર લોકડાઉન લગાવે તે પહેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉનની અમલવારી થવા લાગી છે. રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા, દ્વારકા અને ઓખા જેવા નગરો તેમજ ગોંડલ, બાટવા, લતીપર સહિતના વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી કરવાનો નિર્ણય લેવાયો છે. આજે રાજકોટમાં પણ ઇમિટેશન બજાર, સોની બજાર ચાની કિટલી સહિતનું શનિ-રવિ દરમિયાન સ્વૈચ્છિક બંધ રહેશે. લોકડાઉનનો ઘણા વેપારીઓએ સ્વીકાર કર્યો છે, તો ઘણા વેપારીઓ અળગા પણ રહ્યા છે.

 

જસદણના આટકોટ રોડ ગાયત્રી મંદિર સામે આવેલ સરદાર પટેલ ડાયમંડ માર્કેટDsc 4479માં આજથી કોરોના ઈફેકટ થતાં છ દિવસ માટે બંધનો મેનેજમેન્ટએ નિર્મય લેતાં કરોડો રૂપિયાના પેટર્ન છ દિવસ સજ્જડ બ્રેક લાગી ગઈ છે.

તાલાલા તાલુકાનું ધાવા ગીર ગામે આગેવાનોની બેઠકમાં તા.10 થી તા.18 દરમ્યાન સવારે 10તી સાંજે 5 તથા રાત્રે 9થી વહેલી સવાર 6 વાગ્યા દરમ્યાન સજ્જડ બંધ પ ાળવા નિર્ણય લીધો હોવાનું જાહેર કરાયું છે. જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામનાં વેપારીઓએ આવતીકાલથી 10 દિવસ સુધી સાંજે 4 થી 7 ત્રણ કલાક જ દૂકાનો ખુલ્લી રહેશે, ગામમાં 70થી વધુ દૂકાનો છે. જામકંડોરણા તાલુકાનાં અનેક ગામોએ સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું છે. ભેસાણ એગ્રો એસો.ની એજા સાંજે બેઠક મળી હતી. જેમાં એગ્રોના વેપારીઓએ બપોરે 1.00 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવાનો નિર્ણય લીધો છે.

Videocapture 20210410 095546

 

 

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસને અંકુશમાં લેવા માટે સરકારે ભલે લોકડાઉન જાહેર કર્યું ન હોય પરંતુ વિશાળ જનહિતને ધ્યાનમાં લઈને જુદા જુદા વિસ્તારના વેપારી મંડળો, સ્થાનિક આગેવાનો અને રાજકીય વર્ચસ્વ ધરાવતા મહાનુભાવોની અપીલને માન આપીને વેપાર – ધંધા સ્વૈચ્છીક રીતે બંધર રાખવાનું એક અભિયાન શરૂ થયું છે.

લોધીકા તાલુકા ના ખીરસરા ગામે સવાના 10 થી સાંજના 5 સુધી તમામ દુકાનો બંધ અગત્યના કામ વિના ધરની બહાર લોકો નિકળતા નથી સ્વેચ્છાએ ગામ લોકો દ્વારા બંધ પાળવામાં આવે છે અને રાત્રે 8 વાગ્યે બંધુ સાવ બંધ કોરોના સામે જાગૃતા સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ખૂબ જ ઝડપ થી વધી રહી છે લોકોમાં ભયનો મહાલો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ ની ચેન તોડવા સરકાર સહિત મોરબી વહીવટી તંત્ર ઊંધા માથે મથી રહ્યું છે. જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચન્દ્રા અન્ય વેપારી એસોસિએશન દ્વારા બેઠક માં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો જેમાં શનિવાર અને રવિવાર બે દિવસ સ્વૈચ્છીક લોકડાઉન નો અમલ કરવામાં આવશે તેમજ સોમવાર થી રાત્રિ કરફ્યુ શરૂ થયા બાદ શુક્રવાર સુધી બપોર સુધી બજારો ખુલ્લી રાખવામાં આવશે.

મોરબી આંગડિયા એસોસિએશનના અધિકારીઓની આજરોજ બેઠક મળી હતી જેમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે તકેદારીના ભાગરૂપે શનિવાર અને રવિવારે એમ બે દિવસ ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને દિવસોમાં આંગડિયાનું કામ સંપૂર્ણ બંધ રહેશે, તેમ મોરબી આંગડિયા એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે.

Img 20210410 Wa0002

ભાટીયા સહિત જામ કલ્યાણપુર તાલુકામાં કોરોના સંક્રમણ વધતું જતું હોય જે સંક્રમણ રોકવા તંત્ર પોતાની કામગીરી, પોતાની ફરજ  નિભાવી રહી છે. ભાટીયા ના વિવિધ ધંધા સાથે સંકળાયેલા વહેપારી,પાન ના ગલ્લા વાળા, ચા ની હોટલ વાળા સહિત ના આ કોરોના સંક્રમણ ને રોકવા માટે પોતાની ફરજ બજાવવા સ્વૈચ્છિક લોકડાઉન કરવાની પહેલ કરેલ જે અનુસંધાને તા.9.4 થી 15.4 સુધી એમ સાત દિવસ નું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલ છે. ભાટીયાની જરૂરીયાતની ચીજવસ્તુ સિવાય ની દુકાનો બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

ભાણવડમાં કોરોના રોગચાળો રોકવા માટે વેપારી એસોસિએશને તા.19 થી 18 સુધી બપોર બાદ સ્વૈચ્ચિક બંધ પાળવા નિર્ણય કર્યો છે. ભાણવડ શહેર તથા પંથકમાં કોરોના રોગચાળો વધતો જાય છે ત્યારે ભાણવડ શહેરી વિસ્તાર તથા તાલુકામાં કોરોનાનો ફેલાવો અટકાવવા તમામ વેપારી એસોસીએશન દ્વારા તા.18 સુધી સાંજના 4 થી6 સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તમામ દુકાનદારોને સામાજીક અંતર જાળવવા તથા માસ્ક સહિતના નિયમો પાળવા જણાવાયું છે. બંધ દરમિયાન મેડિકલ સ્ટોર તથા દુધની ડેરીઓ ખૂલ્લી રાખી શકાશે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસ ને લઇ ગ્રામ્ય વિસ્તારની પંચાયતો દ્વારા સંક્રમણ અટકે તે માટે થઈને જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા ચરાડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસનુ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

Picsart 04 09 09.26.48

ચરાડવા ગામમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઇ ગ્રામ પંચાયત દ્વારા 11 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી ગામમાં બપોરે 2 વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા બંધ રાખવામાં આવશે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ગામમાં બપોરે 2 વાગ્યા બાદ  ધંધા રોજગાર બંધ રહેશે, શાકભાજી વાળા એ પણ બપોરે 2 વાગ્યા સુધી જ માર્કેટમાં શાકભાજી વેચી શકશે તેમજ દૂધ અનાજ દળવાની ઘંટી તથા દવાની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે આંશિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સહકાર આપે.

પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા 10 એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે પોરબંદર શહેર તેમજ તાલુકામાં યોજાનારી આ નેશનલ લોક અદાલત રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી રોકવા માટે સૌરાષ્ટ્રની જનતા જાગૃત થઈ ચૂકી છે. સરકાર લોકડાઉન લગાવે તે પહેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉનની અમલવારી થવા લાગી છે. રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા, દ્વારકા અને ઓખા જેવા નગરો તેમજ ગોંડલ, બાટવા, લતીપર સહિતના વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી કરવાનો નિર્ણય લેવાયો છે. આજે રાજકોટમાં પણ ઇમિટેશન બજાર, સોની બજાર ચાની કિટલી સહિતનું શનિ-રવિ દરમિયાન સ્વૈચ્છિક બંધ રહેશે. લોકડાઉનનો ઘણા વેપારીઓએ સ્વીકાર કર્યો છે, તો ઘણા વેપારીઓ અળગા પણ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.