Abtak Media Google News

રવિવારે રાજકોટ મતદાર એકતા મંચની બેઠક

શહેર પક્ષમુકત આરએમસીનાં ધ્યેય સાથે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાજકીય પક્ષોના કબ્જામાંથી છોડાવીને રાજકોટની જનતા હસ્તક કાયમી કબ્જો મેળવવાના લક્ષ્ય સાથે રાજકોટ મતદાર એકતા મંચના નામથી જાગૃત, તટસ્થ અને જવાબદાર મતદારોનું બીનરાજકીય સંગઠન ઉભુ થયું છે. આ સંગઠન માધ્યમ અને માર્ગદર્શકની ભૂમિકામાં રહીને ગેર બંધારણીય પક્ષતંત્ર ને ખતમ કરી ખરી લોકશાહી મેળવવાના ઉમદા હેતુ માટે યોજનાબધ્ધ તથા આયોજનબધ્ધ લોકચળવળ ચલાવી રહ્યું છે.આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકોટનાં ૧૮ વોર્ડોમાં ૭૨ બેઠકો માટે દરેક વોર્ડના સ્વતંત્ર મતદાર સંગઠન દ્વારા ફુલપ્રુફ ચોકકસ પ્રક્રિયાને અપનાવીને તે પ્રક્રિયા દ્વારા પોત પોતાના વોર્ડની ૪ બેઠકો માટે ૪ અપક્ષ લોક ઉમેદવારોની સર્વસંમતીથી વરણી કરીને તે ઉમેદવારોને પોત પોતાના વોર્ડના મતદાર સમાજનું નૈતિક, આર્થિક્તથા પ્રચારાત્મક પીઠબળ પૂ‚ પાડીને તે સંગઠીત શકિત દ્વારા પોત પોતાના વોર્ડના બધા રાજકીય પક્ષોના તથા જાતે ઉભા થયેલા અપક્ષો ને ચૂંટણીનાં મેદાનમાં હરાવવાની યોજના ઘડી કઢાઈ છે.

યોજના મુજબ ત્રણ તબકકામાં આઠ ગ્રુપો બનાવીને ૧૮ વોર્ડોના ૧૮ સ્વતંત્ર મતદાર સંગઠનોમાં સત્યાગ્રહીઓને જોડવાના અને સંગઠન વિસ્તરણનાં કાર્યક્રમ અને યોજનાબધ્ધ કાર્યક્રમોની શ્રંખલા દ્વારા કુલ એક લાખ જેટલા સત્યાગ્રહીઓને આયોજન પૂર્વકના અહીસક યુધ્ધમાં જોડાશે.

છેલ્લા છ અઠવાડીયાથી જીલલા પંચાયત ચોક ખાતેનાં બગીચામાં શિવાજીની પ્રતિમાએ દર રવિવારે સાંજે ૫ વાગ્યે રાજકોટ મતદાર એકતા મંચ ની કોર ટીમના ૧૯ સભ્યો નિયમિત પણે અઠવાડીક મીટીંગ કરી રહ્યા છે તા.૪ ના રવિવારે પણ કોર કમીટીના નીચે મુજબના ૧૯ સભ્યો ભેગા મળેલ હતા. મુખ્ય સંયોજક અશોકભાઈ પટેલ તથા દરેક વોર્ડના અશોકભાઈ લાખાણી, અલ્પેશભાઈ વેકરીયા, પ્રવિણભાઈ લાખાણી, અબ્બાસભાઈ જરીવાલા, અશોકભાઈ મહેતા, દિનેશભાઈ ચૌહાણ, પ્રતિકભાઈ વસોયા, કિનેશકુમાર વાછાણી, વલ્લભભાઈ મશ‚, જયંતભાઈ પટેલ, કાંતીભાઈ ભુત, અમિતકાંતા પટેલ અશોકભાઈ બુટાણી, નયનભાઈ રાજમણી, હિંમતભાઈ લાબડીયા, ડો. ધર્મેશ ગોહેલ, ઈશ્ર્વરભાઈ મકવાણા, અમરીશભાઈ મોદી, કલ્પેશભાઈ મોરી તથા ચીત્રાવાવ ગામના દાદુભાઈ લાંગા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.