Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જણાવાયું છે કે, રાજકોટ શહેર જિલ્લા સહિત રાજયભરમાં તા.૧૫/૧૦/૨૦૧૮ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુસદો કેન્દ્રીય ચુંટણીપંચે જાહેર કર્યો છે જે અંતર્ગત મતદારો વિનામૂલ્યે કલેકટર કચેરી, મ્યુનીસીપલ કોર્પોરેશન કચેરી, મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ મતદારો નવી નોંધણી તેમજ જરૂરી સુધારા-વધારાની કાર્યવાહી કરી શકશે.

આ અંગે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧/૧/૨૦૧૯ની સ્થિતિએ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરીક નામ નોંધાવવા માટે અરજી કરી શકશે. આ ઝુંબેશની તા.૧૪/૧૦/૧૮ જાહેર કરવામાં આવી હતી જે રદ કરીને તા.૭/૧૦ એટલે કે આવતીકાલે રવિવારના રોજ સવારે ૧૦ થી ૫ દરમ્યાન દરેક વિસ્તારના મતદાન મથકોએ પણ બીએલઓ મારફત ફોર્મના નમુના મેળવી શકાશે. તેમજ ભરેલ અરજીઓ તે સ્થળે પરત આપી શકાશે.

તેમજ મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદાર યાદીમાં નામ રદ કરાવવા માટે નમુના-૭માં અરજી કરવાની રહેશે.

તેમજ મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુના-૮માં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત આ ખાસ ઝુંબેશના દિવસ બાદ તા.૧૫/૧૦/૨૦૧૮ સુધીમાં શહેરીજનો પોતાની અરજી મતદાર નોંધણી અધિકારી/ પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાં આપી શકશે.

શહેરીજનો પાસે મતદાર ફોટો ઓળખપત્ર હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો તે મતદાન કરી શકશે નહીં. આથી જો ફોટો ઓળખપત્ર હોય તો પણ મતદારયાદીમાં નામ ચકાસવા માટે કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને સુચિત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.