Abtak Media Google News

રોગચાળો વકરવાની ભીતી: યોગ્ય કાર્યવાહી કરવા માંગ

વઢવાણ પાસે આંબાવાડી વિસ્તાર આવેલો છે જયાં ૧૫૦૦ની વસ્તી ધરાવતા આ વિસ્તારના ફળીયા-ઘરોને અડીને નદી તેમજ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. ગટરના ગંદા પાણી પાસેના આ વિસ્તારમાં પાલિકાના સતાધીશો અને વઢવાણના ધારાસભ્ય સહિતનાઓ એક રાત્રી વસવાટ કરે તો ખ્યાલ આવે તેમ છે. ગુજરાતની ભાજપ સરકાર સ્વચ્છતા, શૌચાલય, લાઈટ, પાણી, ગટર જેવી સુવિધા આપવા માટે લાખો-કરોડોનો ધુમાડો કરી રહી છે.Img 20190514 085532

વઢવાણમાં તંત્ર દ્વારા જ સરકારનાં વેડફાતા નાણા અને જગજાહેરમાં જ આ વિસ્તારમાં ધજાગરા બોલી રહ્યા છે. જનતા આ વિસ્તારની ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં માંદગી અને રોગચાળો વકર્યો હોવાનું તપાસ કરી પુછપરછ કરવામાં આવતા પછાત વિસ્તાર અને સમસ્યાઓથી અતિ ઘેરાયેલા આ વિસ્તારના અસંખ્ય દર્દીઓ જોવા સાંભળવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.