Abtak Media Google News

રાજયમાં મોટાભાગે મજુરી અર્થે આવેલા ઉડીયા પરિવારોમાં શિક્ષણ અને રોજગારનો વ્યાપ વધારવા ‘ઉત્કલ ગુજરાત ફાઉન્ડેશન’ની રચના કરાય

દેશના વિકાસશીલ રાજયોમાં જેની ગણતરી થાય છે તેવા આપણા રાજય ગુજરાતમાં ધંધા વ્યવસાય અર્થે દેશભરનાં રાજયોનાં મોટી સંખ્યાનાં નાગરીકો વસવાટ કરે છે આવા જ એક રાજય ઓરિસ્સાના નવ લાખ લોકો ગુજરાતમાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે. આવા ઓરિસ્સાવાસીઓનો શૈક્ષણીક અને રોજગાર ક્ષેત્રે મદદ કરવા તાજેતરમાં ઉત્કલ ગુજરાત ફેડરેશનની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા આ રાજય વ્યાપી સંગઠ્ઠનની એક બેઠક તાજેતરમાં અડાલજના જગન્નાથ મંદિરમાં મળી હતી. જેમાં જિલ્લાસ્તરના ઉડીયા સંગઠ્ઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ ફેડરેશનની સ્થાપના પાછળનો ઉદેશ્ય રાજયમાં રહેતા ઉડીયા સમુદાયના સભ્યોની મૂળભૂત જ‚રીયાતો પૂરી પાડવાનો છે. જે જિલ્લાઓમાં ઉડિયા સંગઠ્ઠનોના સભ્યોની સંખ્યા ઓછી છે. તેઓ પોતાની સમસ્યા માટે ગુજરાત ફેડરેશનનો સંપર્ક કરી શકે છે. તેમ ફેડરેશનના આગેવાન અને રાજયના પૂર્વ આઈએએસ અધિકારીડો. એસ.કે. નંદાએ જણાવીને ઉમેર્યું હતુ કે ઓરિસ્સાના ઘરા ગરીબ લોકો મજુરી માટે ગુજરાતમાં સ્થાનાંતરીત થયા છે. અમે તેમના માટે આરોગ્ય વિમા યોજનાનો લાભ અપાવવા ઉપરાંત તેમને વતનમાં જવા માટે ટ્રેનોની પડતી અગવડતાને નિવારવા પણ પ્રયત્નો કરીશું.

અમારી પ્રાથમિક ચિંતા મજુરી અર્થે આવેલા આવા પરિવારના બાળકોને સા‚ શિક્ષણ આપવાની જ‚રત છે. સાથે આ બાળકો ઓડિશાની કલા અને સંસ્કૃતિથી પરિચીત રહે તે પણ જરૂરી હોય અમો આ ફેડરેશનના માધ્યમથી બાળકો, યુવાનોને નૃત્ય પેઈન્ટીંગ અને સાહિત્યની તાલીમ આપવા એક કેન્દ્ર પણ બનાવવા માંગીએ છીએ જયાં અઠવાડીયામાં ઓછામાં ઓછા એક વખત તેમને ઉડીયા શિક્ષણ દ્વારા માર્ગદર્શન અપાશે તેમ ડો. નંદાએ જણાવીને ઉમેર્યું હતુ કે મહિલા ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રોત્સાહિત કરવાની અમારી યોજના છે. જે માટે તેમના સ્વસહાયક જુથોની રચના કરી મધ્યાહન ભોજન જેવી યોજના દ્વારા રોજગારી મેળવી શકે તેવી અમો મદદ કરીશું.

ઓડિસા સમુદાયના સભ્યોને આજીવીકા સુધારવા માટે અમારી મદદની જરૂરીયાત હશે તો અમે રાજય સરકારનો સંપર્ક કરીને તેમને મળતી તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કરીશું તેમ જણાવીને ડો. દાસે ઉમેર્યું હતુ કે આ બેઠકનો ઉદેશ્ય ઉડીયા સમાજના લોકોના સામાજીક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. ઓરિસ્સા અને ગુજરાત એકબીજા વચ્ચે ઘણી સમાનતા છે. આ સમાનતાનો વધારે નજીક લાવીને ઉડીયા સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો અમારો પ્રયાસ રહેશે.

આ બેઠકમાં રાજયના નિવૃત આઈએએસ અધિકારી મહેશ્વર શાહ, બદરીનારાયણ મહાપાત્રા, ગદીશ શેઠી, સનાતન સાંમતરી , નરોતમ સાહુ, ડો. સુકાંત કુમાર છત્તેરે, પ્રકાશસિંહ સહિતના રાજયભરનાં ઉડીયા સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો

ઓરિસ્સાનાં વાવાઝોડાનાં અસરગ્રસ્તોને ગુજરાત સરકાર દ્વારા ૫ કરોડ રૂપિયાની સહાય

Img 20190513 Wa0042 1

તાજેતરમાં આવેલા વાવાઝોડાનાં કારણે ઓરીસ્સામાં સર્જાયેલી તબાહી અને ભારે નુકસાનનાં પગલે ગુજરાત સરકારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા ઓરીસ્સા સરકારને રૂ.૫ કરોડની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીનાં રાહત ફંડમાંથી આ સહાય ઓરીસ્સા સરકારને આપવામાં આવી છે. તે અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર બંછાનિધી પાનીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જીવનેશ્વર ખાતે મુખ્યમંત્રી નવીન પટનાયકને રૂબરૂ મળીને ચેક અર્પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.