વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે આકાર લઇ રહેલ અને સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું નિર્માણાધીન શ્રીરામધામમાં આગામી તા.16-2 થી 19-2-24 ચાર દિવસ શ્રી રામધામની પાવન ભુમી પર 108 કુંડી શ્રી રામ મહાયજ્ઞ, ખાત મુહુર્ત, મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમો ઘઢી કાઢવા શ્રીરામધામના સ્વપ્ન દ્રષ્ટા અને એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત રઘુવંશીઓની ઉ5સ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી.

ઉપરોક્ત કાર્યક્રમમાં દરેક રઘુવંશી સમાજના અગ્રણીઓએ અને રાજકોટમાં કોર્પોરેશનના દંડક મનિષભાઇ રાડીયાએ શ્રીરામધામમાં બધુ જ કરી છુટવા અને ઝડપથી નિર્માણકાર્ય પુર્ણ થાય તેવું વ્યક્તવ્યમાં જણાવ્યું હતું.

તા.16 થી 19 ફેબ્રુઆરી ચાર દિવસીય ભવ્ય કાર્યક્રમ અંગે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ યોજી બેઠક

શ્રીરામધામ કમિટી તથા મોરબી લોહાણા સમાજ દ્વારા સૌ પ્રથમ 11 કરોડના દાનની જાહેરાત કરતા ગિરીશ ઘેલાણી

ત્યારબાદ રાજકોટ લોહાણા મહાજનના પુર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી પુર્ણ રાજકોટમાંથી બધું જ ઘટતુ કરી વિવિધ સ્થળોએ મીટીંગ યોજી અને નિર્માણધીન રામધામ માટે પ્રચાર અને પ્રસાર માટે ઘટતુ કરવા માટે બધુ કરી છુટવા વચનબધ્ધ રહેલ.

ત્યારબાદ જેતપુર રઘુવંશી અગ્રણી ચોટાઇએ જેતપુરમાં રામધામ કમીટી બનાવવા પ્રસ્તાવ કરેલ તેમજ રઘુવંશી સમાજની શ્રી રામધામ મહિલા પાંખની રચના કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે જસદણના સોનબેન વસાણીની નિમણુંક કરવામાં આવી હતી. ઉપરાંત દરેક ગામમાં શ્રી રામધામ કમીટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે મોરબીની રામધામ કમીટી બનતા મોરબી રામધામ કમીટીના દરેક સભ્યોએ એકી નાદ સાથે તા.16-2-24 પહેલા 11 કરોડની જાહેરાત કરતા તમામ ઉપસ્થિત રઘુવંશી અગ્રણીઓએ જયશ્રીરામના નાદ સાથે આ જાહેરાતને વધાવી લીધી હતી.

આ તકે રાજકોટના પ્રતાપભાઇ કોટક (શ્રીરામધામ ટ્રસ્ટી) શ્રી રામધામ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

શ્રી રામધામ ખાતે આગામી તા.16-2-24ના રોજ શરૂ થતા 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞના પ્રથમ મુખ્ય યજમાન તરીકે વાંકાનેરના ગણવંતરાય ત્રિભોવનદાસ જોબનપુત્ર પરિવારના વિપુલભાઇએ રૂ.2,5100/- ભરી ઇચ્છા દર્શાવી હતી. આ ઉપરાંત 16 યજમાનોએ 108000/- ભરી યજ્ઞમાં બેસવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બાકી રહેલ 91 યજમાનોએ 27 હજાર ભરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં 91માંથી પણ 19 યજમાનોની નોંધણી સ્થળ પર કરવામાં આવી હતી. બાકીના યજમાનો સૌરાષ્ટ્ર-ગુજરાતના દરેક લોહાણા મહાજન દીઠ નક્કી થશે. જેના ફોર્મ દરેક મહાજનોને મોકલી આપવામાં આવશે.

ત્યારબાદ રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય તથા રામધામના સ્થાપક પ્રમુખ જીતુભાઇ સોમાણીએ શ્રી રામધામ શું કામ અને રામધામનું કાર્ય શા માટે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી રામધામએ રઘુવંશી સમાજની એકતાનું પ્રતિક છે. ભગવાન શ્રીરામ સમગ્ર હિન્દુ સમાજનું પ્રતિક છે. ત્યાં બનતુ પૂજ્ય જલારામ બાપા રઘુવંશી સમાજની દાતારીનું પ્રતિક છે તેમજ આપણે સૌ વિરદાદા જસરાજજીની શૌર્યના પ્રતિક છે. આવું બનતુ રામધામ વિશાળ જગ્યામાં અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિરની જેમ જ કલાકૃત્તિ બનશે.

ઉપરોક્ત સમન્વય એટલે રામધામ. આ રામધામમાં હિન્દુ સમાજ ગાય માતાને પોતાની માતા સમજે અને રામધામના પટાંગણમાં સુંદર અને અત્યંત આધુનીક વિશાળ ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મેડીકલનો લાભ સાથે આજના જમાનામાં રોજગોર મહત્વનો પ્રશ્ર્ન બને છે તો યુવાનો અને બહેનો માટે શિક્ષણ વ્યવસ્થા આ બધા જ કાર્ય શ્રીરામધામના સંકુલમાં જ લાભ ળે તેવા વિચારો રજૂ કરેલ.

અંતમાં જીતુભાઇ સોમાણીના વક્તવ્યના મુદ્ાઓ રામમંદિર બનશે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વિશાળ (150 ડ 225)ની સાઇઝનું ભોજનાલય પણ રામધામ ખાતે ઉપલબ્ધ હશે અને તે પણ જર્મન પધ્ધતિથી બનશે. જેમાં એકપણ પીલર વિનાનું બનશે.

અંતમાં જલ માટેનું પાત્ર તથા ઇંટ તેમજ શ્રીરામ મહાયજ્ઞની કંકોત્રી દેવા માટે રઘુવંશી યુવાનો ગામે ગામ સમગ્ર મહાજનોને રૂબરૂ આપવા માટે જશે તેમ જીતુભાઇ સોમાણીએ જણાવ્યું હતું કે મર્યાદા પુરસોત્તમ પ્રભુ શ્રી રામ ભગવાન ઉપર આપણને સૌને શ્રધ્ધા છે સાથે પુજ્ય સદ્ગુરૂદેવ હરીચરણદાસ બાપુના શાકાંત આજ્ઞા અને આશિર્વાદ છે સાથે ભાણસાહેબની જગ્યાના આશિર્વાદ છે અને સૌ રઘુવંશી સમાજનો શ્રી રામધામ ઉપર અતૂટ વિશ્ર્વાસ અને શ્રધ્ધા છે અને આ નિર્માણ કાર્ય શરૂ થતા જેમ છેલ્લા બે વર્ષથી રાખેલ અન્ન અને કઠોળ ન ખાવાની રાખેલ ટેક (બાધા) તે સાધુ-સંતોની ઉપસ્થિતિ હોય અને મારો સમાજ ઉપસ્થિત હોય તો સૌ સાથે બેસી મારી ટેક (બાઘા) પૂર્ણ કરીશ તેવું રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઇ સોમાણીએ જાહેરાત કરી હતી.

આ તકે વિશ્ર્વ હિન્દુ પરિસદના પ્રમુખ અને રઘુવંશી અગ્રણી શાંતુભાઇ રૂપારેલીયાએ આ કાર્ય ઝડપથી વહેલી તકે નિર્માણ કાર્ય પુરૂં થાય અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે સમાજના કામ માટે તપ્પર છીએ અને તૈયાર છીએનું જણાવ્યું હતું.

કાર્યક્રમના સુંદર આયોજન માટે રાજકોટ મનિષભાઇ રાડીયા (દંડક), રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, પુર્વ મેયર જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, પરેશભાઇ વિઠલાણી, અશોકભાઇ મીરાણી, મેહુલભાઇ નથવાણી, મોરબીથી જાણીતા ઉદ્યોગપતિ, જગદીશભાઇ સેતા, અશ્ર્વિનભાઇ કોટક, જનકભાઇ હીરાણી, પરેશભાઇ કાનાબાર, ગિરીશભાઇ ઘેલાણી, આનંદભાઇ સેતા, હળવદથી બકાભાઇ ઠક્કર તેમની ટીમ સહિતના વિવિધ ગામેથી બહોળી સંખ્યામાં રઘુવંશી ભાઇઓ-બહેનો ઉ5સ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઇ કાનાબાર, આનંદભાઇ સેતા, નિલેશભાઇ દલાલ, જીતુભાઇ પુજારા, હર્ષિતભાઇ સોમાણી (રામધામના આર્ટિટેક), અશ્ર્વિનભાઇ કોટક, અમિતભાઇ સેજપાલ, રાજભાઇ સોમાણી સહિત લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રેષ્ઠી વિનુભાઇ કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.