Abtak Media Google News

10 દિવસની ઉધારીમાં 14 હજાર લીટર ડીઝલ પુરાવી રકમ ચુકવવા હાથ ઉંચા કર્યા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ભારત પેટ્રોલપંપમાં બે ભેજાબાજો બંધ થઇ ગયેલ કંપનીનના જુના લેટર પેડ તથા કોરા ચેક રજૂ કરી દસ દિવસની ઉધારીમાં રૂ.12.91 લાખથી વધુનું ડીઝલ લઈ જઈ પૈસા નહિ ચુકવતા બંને વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

ફરિયાદના આધારે પોલીસે બે શખસો વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવીયાનગર-રર ખાતે રહેતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા વાંકાનેરના ઠીકરીયાળા વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભારત પેટ્રોલપંપ નામનું પમ્પ ચલાવે છે.

જેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મનીશ શર્મા અને રાજ ઠાકુર નામના બે આરોપીઓ રાઇ બીલ્ડર્સ નામની બંધ થઇ ગયેલ કંપનીના જુના લેટર પેડ તથા કોરા ચેક ફરિયાદીના પેટ્રોલ પંપે રજૂ કરી દસ દિવસની ઉધારીમાં 14,010 લીટર ડીઝલ કે જેની કિંમત રૂ.12,91,301/-નું ડિઝલ ખરીદ કરી પેટ્રોલપંપે રૂપીયા નહી ચુકવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.