Abtak Media Google News

Table of Contents

રાજકોટ શહેર – ગ્રામ્ય અને રાજયભરમાં ર8 સ્થળે ચોરીના ગુનામાં નડીયાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી રાજકોટ શહેરના ગોંડલ રોડ વિસ્તારના ઓટો મોબાઇલ, ફર્નીચર, શો-રૂમ, કારખાના અને ઓફીસો મળી 16 સ્થળેને નિશાન બનાવી રૂ. 22.34 લાખની મત્તાની ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરને એલ.સી.બી. ઝોન-ર ના સ્ટાફે સુરતના ઉમરપાડાથી ઝડપી લઇ રોકડા 5.65 લાખ અલગ અલગ દેશની 38 નોટ મળી રૂ. 5.71 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓ અટકાવવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે અને ડીસીપી ઝોન-ર સુધીરકુમાર દેસાઇએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ઝોન-ર ના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.

ઓટો મોબાઇલ, શો-રૂમ, ઓફીસો અને એટીએમને નિશાન બનાવી રૂ. 22.34 લાખની ચોરીને અંજામ આપ્યાની કબુલાત

એલ.સી.બી. ઝોન-ર ની ટીમે સુરત જિલ્લાના  રજનીવાડ ગામેથી રીઢા ગુનેગારને ઝડપવામાં મળી સફળતા: રૂ. 5.71 લાખનો મુદામાલ કબ્જે

નહેરૂનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કારખાનાની ઓરડીમાં રહી રાત્રે ગુનાને અંજામ આપતા અગાઉ રાજકોટ શહેર, ગ્રામ્ય પોલીસના ચોપડે ચોરીના ગુનામાં 15 વખત ચડી ચુકયો

ગોંડલ રોડ મહિન્દ્રા માર્શલ ટ્રેડીંગ કંપનીના શો-રૂમમાંથી રોકડા રૂ. 8.79 લાખની ચોરીના બનાવનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા ચેક કરતા જેમાં મુળ વલસાડનો અને રાજકોટ શહેરના શ્રી નહેરુનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયાની એમસીએ મેન કારખાનાની ઓરડીમાં રહેતો અજય જગદીશ નાયકા નામનો શખ્સ સુરત  જિલ્લાના ઉમરાપાડા તાલુકાના રાજનીવાડ ગામે છુપાવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા, અમિનભાઇ ભલુર અને જેન્તીગીરી ગોસ્વામી, હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે ઉમર પાડા તાલુકાના રજનીવાડ ગામેથી ઝડપી લીધો હતો.

ઝડપાયેલા અજય નાયકા વર્ષ 2016માં શાપર-વેરાવળમાં ત્રણ સ્થળે, તાલુકા પોલીસ મથકના ચોપડે ત્રણ વખત, થોરાળા પોલીસ મથકના ચોપડે બે વખત, ભકિતનગર પોલીસ મથકના ચોપડે ચાર વખત, આજી ડેમ માલવિયા અને બી ડીવીઝન પોલીસ મથકના ચોપડે એક એક, યુનિ. પોલીસ મથકના ચોપડે ચાર વખત મળી અને આણંદ, મહેબાવ, બાલાસિનોર:, વસો અને આણંદ પોલીસ મથકના ચોપડે મળી ર4 ચોરી ગુનામાં અગાઉ ચડી ચુકયો છે.

રાજકોટ શહેરના તાલુકા, આજી ડેમ અને માલવિયાનગર મળી આઠ ગુનાનો ભેદ ઉકેલી રોકડા મળી રૂ. 5.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સ અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલો છે કે તે અંગે વધુ તપાસ હાથ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

તસ્કર રૂમ પાર્ટનરને રાત્રે મજૂરી કામ માટે જાઈ છે તેવું કહી ચોરીને અંજામ આપી સવારે રૂમમાં આવી સુઈ જતો

બે વર્ષથી નડીયાદ જીલ્લા જેલ ખાતેથી ધરફોડ ચોરી તથા વાહન ચોરી તેમજ એ.ટી.એમ. ચોરી માં સજામાં પેરોલ મેળવી ફરાર થયા બાદ રાજકોટ આવી મજુરી કરવાના બહાને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પોતે પરપ્રાંતિય હોવાનું જણાવી ઓરડી ભાડે રાખી રહેતો અને રૂમ પાર્ટનર તથા આડોશી પાડોશીને પોતે શાપર તરફ રાતપાળી કરતો હોય તેમ ખોટુ જણાવી દરરોજ રાત્રીના સમયે સાઇકલ લઇને નીકળી જતો અને અલગ અલગ શો રૂમ તથા દુકાનો તથા કારખાના ઓની રેકી કરતો અને મોકો મળ્યે પોતાનો પહેરવેશ બદલાવી જેમ બને તેમ સી.સી.ટી.વી. કેમેરામાં પોતાનો ચેહેરો સ્પષ્ટ ના દેખાય તે રીતે લુપાતી છુપાતી રીતે પોતાની ચોરીઓને અલગ અલગ રીતે અંજામ આપતો હતો અને પોતાની પાસે મજુરીના સાધનો રાખવાના બહાને ડીસમીસ તેમજ ગ્રાઇન્ડીંગ મશીન રાખી તિજોરીઓ તથા બારી દરવાજા તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂપીયાની ચોરી કરતો હતો.

સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર સાથે લઈ તેને પાણીના ટાંકામાં અથવાતો અવાવરૂ જગ્યાએ ફેંકી દેતો

ગોંડલ રોડ પર આવેલા ટુ વ્હીલ અને ફોરવીલ ના શોરૂમ તથા ઓફિસોમાં તસ્કર ચોરી કર્યા બાદ જે જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. હોય તે ખાસ જરૂરથી સાથે લઇ જઇ ત્યાં જો પાણીનો ટાંકો હોય તો તેમાં અને ન હોય તો અવાવરૂ જગ્યાએ ફેકી દેતો હતો તેમજ ચોરી કર્યા ના ધણા સમય પહેલા જ ચોરી વાળી જગ્યામાં પ્રવેશી જતો અને ચોરી કર્યા બાદ પણ વધુમાં વધુ સમય ત્યા ગાળી વહેલી સવારની આસપાસ નીકળી જતો હતો.

તસ્કરના ઠેકાણા પર પોલીસ પોહચી તે પહેલા જ તે સુરત ભાગી ગયો હતો

એલસીબી ની ટીમ દ્વારા કુખ્યાત તસ્કરને પકડી પાડવા અને તેની ઓળખ મેળવવા માટે અનેક સીસીટીવી કેમેરાઓ તપાસી તે નહેરુનગર વિસ્તારમાં છુપાયા હોવાની જાણકારી મળતાં તાત્કાલિક તેને પકડી પાડવા માટે એલસીબી નો કાફલો તસ્કરમા ઠેકાણે પહોંચી ગઈ હતી પરંતુ તસ્કરને જાણે નસીબ જોર કરતા હોઈ તેમ તે ત્યાંથી પહેલા ષ ભાગી ગયો હતો.જેથી પોલીસ દ્વારા તેના ઠેકાણાના આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા તેની ઓળખ મળી હતી.અને અંતે બાતમી આધારે સુરતના ઉમરવાડા ખાતેથી દબોચી લઈ રાજકોટ લાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.