Abtak Media Google News

સ્વાઇન ફલુની સગર્ભાઓ પ્રથમ શિકાર બનતી હોવાની સરકારની જાહેરાતના લીરા ઉડાડતું તંત્ર

સર્ગભાઓને અગવડ ભરી સગવડ અપાતા દર્દીઓના સગાઓમાં રોષ

સૌરાષ્ટ્રભરમાં સ્વાઇનફલુ વાયુવેગે ફરી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ પગલા ભરવામાં આવી રહ્યા છે સાથે આરોગ્ય વિભાગ દ્વારા સીઝનફલુને લઇ નાના બાળકો અને સગર્ભાને ખાસ સાવચેતી રાખવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે જર્જરીત ઝનાના હોસ્પિટલનું સ્થાળંતર સ્વાઇનફલુ વોર્ડની બિલ્ડીંગમાં જ કરતા અનેક પ્રશ્ર્નો ઉભા કર્યા છે.

રાજશાહી સમયની રસુલખાન ઝનાના હોસ્પિટલની હાલત જર્જરીત હોય જેને તોડી તેના કંપાઉન્ડમાં જ આધુનિક મેટરનરી અને બાળકોની હોસ્પિટલ બનાવાનું કામકાજ શરુ કરવામાં આવનાર છે. પ્રજાજનો તે બાબતે વંચિત હોય સાથે અનેક તબીબો દ્વારા પણ આ વાતને લઇ વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

ઘણા પ્રશ્ર્નોના માયાજાળ સામે પણ ઝનાના હોસ્પિટલના સામાન સહ દર્દીઓને પણ સીવીલ હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

સીવીલ હોસ્પિટલમાં ઇમરજન્સી પાસે બીજા માળે કહેર મચાવી રહેલા સીઝનલફલુ  અને ટીબી વોર્ડ આવેલ છે. અને ઝનાના હોસ્પિટલ તેના ઉપરના માળે જ સ્થળાંતર કરાતા અનેક પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા હવાથી ફેલાતા ચેપી રોગ સ્વાઇન ફલુના કારણે સગર્ભાઓ અને નાના બાળકોની ખાસ સાવચેતી રાખવા જણાવાઇ રહ્યું છેત્યારે જે બિલ્ડીંગમાં ટીબી અને સ્વાઇનફલુ વોર્ડ છે તેના પહેલા અને ત્રીજા માળે પ્રસુતા વોર્ડને સ્થળાતર કરવામાં આવ્યો છે.

અનેક ઉદભવતા પ્રશ્ર્નો સામે ઝનાના વોર્ડમાં આવતી સગર્ભાઓને રસી આપીશું અને સ્વાઇનફલુ વોર્ડ પાસે બોર્ડ પણ મૂકવામાં આવશે તેવું હોસ્પિટલ તંત્ર ઉપચારમાં જણાવ્યું હતું. ઝનાનામાં આવતી સગર્ભા મહિલાઓના પરિવારજનો ભૂલથી સ્વાઇનફલુ વોર્ડમાં ન જાય તે માટે બેરીયર અથવા દરવાજા મૂકવામાં આવશે.

જીવલેણ રોગ સ્વાઇનફલુ સામે એક તરફ આરોગ્ય તંત્ર કાબુમાં લેવા માટે જહેમત કરી રહી છે ત્યારે બીજી તરફ પ્રસુતા ગૃહને સ્વાઇનફલુ બિલ્ડીંગમાં સ્થાળંતર કરતા અનેક વિરોધના વંટોળો વચ્ચે પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.