Abtak Media Google News

ભાજપના કાર્યકરો દ્વારા વોર્ડ નં.૭ દ્વારા ભવ્ય આતશબાજી સાથે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ ડો. યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે તાજેતરમાં રંગેચંગે પ્રારંભ થયો છે.

Advertisement

ઉદધાટન સમારોહમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર મહામંત્રી દેવાંગભાઇ માંકડ, દંડક રાજુભાઇ અઘેરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર જૈમનભાઇ ઉપાઘ્યાય, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમન પુષ્કરભાઇ પટેલ વોર્ડ નં.૭ ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા વિગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા અને તેઓનું પુષ્પગુચ્છ અને પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું. મહાનુભાવો કમલેશભાઇ મીરાણી, ગોવિંદભાઇ પટેલ, કમલેશ જોશીપુરા વિગેરેએ આ પ્રસંગે કાર્યકર્તાઓને પ્રોત્સાહીત કરી કાર્યકરોના ઉત્સાહ માટે થયેલી ટુર્નામેન્ટના આયોજકોને બિરદાવ્યા હતા. અને ઉદધાટન સમારોહમાં રાજકીય અગ્રણીઓ અને નામાંકીત શ્રેષ્ઠીઓએ ક્રિકેટ મેચ રમીને શરુઆત કરી હતી.

આ ટુર્નામેન્ટના પ્રારંભમાં પ્રથમ મેચ ઉઘોગનગર ઇલેવન અને એમ.બી. ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં રાજકોટના વોર્ડ નં.૭ ના પ્રમુખ જીતુભાઇ સેલારા દ્વારા ટોસ કરવામાં આવ્યો અને ઉઘોગનગર ઇલેવને ટોસ જીતીને પ્રથમ દાવ લીધો અને તેઓએ ૮પ રન કરેલ અને અમે.બી.ઇલેવને બીજા દાવમાં ૮૬ રન કરી વિજેતા થતયા હતા. મેચમાં મેચ ઓફ ધ મેચ અલીઅસગર વૈદ થયા અને તેમને ભાવનાબેન જોશીપુરા દ્વારા ઇનામ આપીને સન્માતીન કરાયા હતા.

આખરી મેચ શિવ શકિત ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે રમાયેલ જેમા મનોજસિંહ ઝાલા, નિલેશભાઇ વોરા, ઉમેશ જે.પી. દ્વારા ટોસ કરવામાં આવ્યો અને શિવ શકિત ઇલેવન ટોચ જીતીને ફીલ્ડીંગલીધેલ અને પ્રથમ દાવમાં  માહી ઇલેવન ટીમે ૬૫ રન કરેલ અને તેની સામે શિવ શકિત ઇલેવન ટીમે ૬૬ રન કરી વિજેતા થઇ મેનમાં મેન ઓફ ધ મેચ દીવ્યેશભાઇ થયા તેમને ભગીરથભાઇ સરવૈયા દ્વારા ઇનામ આપીને સન્માનીત કરાયા હતા.

આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસમાં આયોજક ટીમ દેવાંગભાઇ માંકડ, અનીલભાઇ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, મનીષભાઇ ભટ્ટ, અજયભાઇ પરમાર, જીતુભાઇ સેલારા, કીરીટભાઇ ગોહેલ, રમેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીએ એ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.