Abtak Media Google News

માણસે પોરનું સુખ સુવિધાઓ માટે પર્યાવરણ સાથે અનેક રીતે છેડછાડ કરી હોય, હવે ભયાનક પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. જેમાં ગ્લોબલ વોર્મિંગે માઝા મુક્તા 2023નું વર્ષ હવે છેલ્લા 1,25,000 વર્ષમાં સૌથી વધુ ગરમ બનવાનું છે.

છેલ્લા કેટલાક મહિનાના તાપમાનને જોતા, યુરોપિયન યુનિયનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2023 છેલ્લા 1.25 લાખ વર્ષોમાં સૌથી ગરમ રહેવાનું છે.  વૈશ્વિક સ્તરે, ઓક્ટોબરમાં સરેરાશ સપાટીનું હવાનું તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ હતું.  આ ઓક્ટોબર 1850-1900 ની સરેરાશ કરતાં 1.7 સેલ્શિયસ વધારે છે.

વાયુ પ્રદૂષણનું વધવું, ગ્લેશિયરનું ઓગળવું, પ્લાસ્ટિકનો ઉપયોગ વધવો, જંગલો ઓછા થવા સહિતના અનેક કારણોસર જળવાયું પરિવર્તનથી વિશ્વ આખામાં સંકટ સતત વધી રહ્યું છે

વર્ષમાં સૌથી ગરમ મહિનો ઓક્ટોબર રહ્યો, તાપમાનનો પારો 1.7 સેલ્શિયસ જેટલો ઉંચો રહ્યો

યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ આ સમયગાળાને પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરે છે.  કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ડેપ્યુટી ડાયરેક્ટર સમન્થા બર્ગેસે આ તાપમાનની વિસંગતતાને અત્યંત આત્યંતિક ગણાવી હતી.  રેકોર્ડ પર વર્તમાન સૌથી ગરમ વર્ષ 2016 રહ્યું છે. તે અલ નિનો વર્ષ હતું.  જો કે, 2023 તેને વટાવી જવાના ટ્રેક પર છે.  કોપરનિકસ પાસે વર્ષ 1940નો ડેટા ઉપલબ્ધ છે.  બર્ગેસે કહ્યું કે જો આપણે આને આપીસીસી પાસે ઉપલબ્ધ ડેટા સાથે જોડીએ તો આપણે કહી શકીએ કે છેલ્લા 125,000 વર્ષોમાં આ સૌથી ગરમ વર્ષ હશે.

યુએન ક્લાયમેટ સાયન્સ પેનલ આઇપીસીસીના લાંબા ગાળાના ડેટામાં બરફના કોરો, વૃક્ષોની રિંગ્સ અને કોરલ ડિપોઝિટની માહિતીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનની વિનાશક અસરો વર્ષ 2023માં સ્પષ્ટપણે જોઈ શકાશે.  લીબિયામાં પૂરના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.  તે જ સમયે, દક્ષિણ અમેરિકામાં તીવ્ર ગરમી અને કેનેડામાં જંગલોમાં આગ વગેરે તેના પરિણામો છે.  ગ્રીનહાઉસ વાયુઓ અને અલ નિનો ક્લાઈમેટ પેટર્નને કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની હતી.

ઉલ્લેખનીય છે કે હાલ વિશ્વભરમાં વિકાસના નામે આડેધડ પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃતિઓ થઈ રહી છે. જે માનવ જીવન ઉપર સતત સંકટ વધારી રહી છે. એક માન્યતા અનુસાર ભારતમાં સદીઓ પૂર્વે જ્યારે માથાના વાળના બે ઉભા કટકા કરતા ઇન્સ્ટ્રુમેન્ટ હતા અને તે સમયે આધુનિક ઢબે ઓપરેશનો થતા હતા. સાયન્ટિફિક રીતે હોમ-હવનો થતા હતા. તો તે સમયના નિષ્ણાંતો માટે હાલનો જે વિકાસ છે ત્યાં સુધી પહોંચવુ એકદમ સરળ હતું. પણ તેઓ જાણતા હતા કે આ વિકાસ પર્યાવરણને અને પૃથ્વીને જોખમમાં મૂકી દેશે એટલે તેઓએ સાદગીને જ પ્રાધાન્ય આપી સુખ સુવિધાઓમાં વધારો કર્યો ન હતો. પણ સદીઓ બાદ ટૂંકી વિચારધારા સાથે નિષ્ણાંતોએ એવા અનેક આવિષ્કારો કર્યા છે લાંબા સમયે પર્યાવરણને નુકસાન કરી માનવજાત માટે જ સંકટ ઉભું કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.