વેડફાટ: જિલ્લાના 40 તળાવો વરસાદી તારાજીથી તુટતાં સંગ્રહ ‘પાણી’માં

તાલુકા મથકો-મોટા ગામોને પંચાયતનાં તળાવમાંથી અપાતું પીવાનું પાણી વેડફાઈ ગયું

રાજકોટ જિલ્લામાં ચાલુ સીઝનમાં પડેલ સચરાચર વરસાદથી જિલ્લાના 40 જેટલા તળાવો વરસાદી તારાજીથી તુટી ગયાની ઘટના સામે આવી છે પરિણામે તળાવમાં સંગ્રહ કરેલ પાણી “પાણી”માં ગયું હોવાનો ઘાટ સર્જાયો છે. રાજકોટ જિલ્લાનાં 40 જેટલા તળાવો ચોમાસામાં તૂટતા પાણી વેડફાઈ ગયું છે.

તાલુકા મથકો – મોટા ગામોને પંચાયતનાં તળાવ માંથી અપાતું પીવાનું પાણી વેડફાઈ જતા આવા ગામોને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાશે.જિલ્લા પંચાયત હસ્તકનાં આશરે 40 થી વધુ ચેકડેમો – તળાવો યોગ્ય મરામતનાં અભાવે તૂટી જતા જળસંગ્રહ થઈ શકયો નથી પાણી વેડફાઈ જતાં ખેડૂતોમાં તંત્ર સામે નારાજગી વ્યાપી છે.

આ વર્ષે ચોમાસામાં સર્વત્ર સારા વરસાદથી ભાદર સહિતનાં સિંચાઈ વિભાગ હસ્તકનાં મોટાભાગનાં ડેમો ભરાઈ ગયા છે અને રાજકોટ જિલ્લાનાં ડેમોમાં 96 ટકા જીવંત જથ્થો હાલ જોવા મળી રહ્યો છે. અપુરતા સ્ટાફને કારણે ચેકડેમ – તળાવોની જાળવણીનો મોટો પ્રશ્ન છે.જિલ્લામાં 1200 તળાવો – 500 જેટલા ચેકડેમો હયાત છે.

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકનાં આવા અનેક તાલુકાનાં મોટા હોવાનું તાલુકા સ્તરેથી થતી રજુઆતોને સિંચાઈ વિભાગ હેઠળ 1200 જેટલા ગામોને પંચાયત હસ્તકનાં ડેમો માંથી આધારે હોવાનું સુત્રોએ જણાંવ્યુ હતું. તળાવો અને 500 થી વધુ ચેકડેમો માંથી પાણી આપવામાં આવે છે. કેટલાક તળાવોના પાળા તૂટેલા જોવા મળેલ છે પરંતુ ટેકનિકલ સ્ટાફ અપુરતો હોવાને કારણે જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગ પાણીનો સંગ્રહ કરી શકયો નથી.

તળાવો અને ચેકડેમોનો સર્વે હાથ ધર્યો છે આવા તળાવોની મરામતનું કામ હવે શકય નથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે તેમાં 30 જેટલા તળાવો તૂટેલી હાલતમાં જણાઈ આવ્યાં છે. વરાપ નીકળતા સર્વે હાથ ધરવામાં આવ્યુ છે.દરમિયાન સિંચાઈ હસ્તકનાં 27 મોટા પંચાયત હસ્તકનાં 30 ડેમો તૂટયાનું તંત્ર સ્વીકારે છે. ડેમોમાં હાલ 96 ટકા જીવંત જથ્થો હોવાથી ડેમ માંથી પીવાનું પાણી પુરુ પાડવાનું આયોજન છે પરંતુ 40 થી વધુ ડેમો તૂટેલી હાલતમાં હોવાને કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અપૂરતા ટેક્નિકલ સ્ટાફના કારણે સ્થિતિનું નિર્માણ

જિલ્લામાં વરસાદી તારાજીથી આ તળાવો ચેકડેમો તૂટયા છે પરિણામે જળસંગ્રહ કરાઈ શક્યો નથી એનું ખરું કારણ અલગ હોવાનું જાણવા મળેલ છે. ટેકનિકલ સ્ટાફ અપુરતો હોવાને કારણે જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગ પાણીનો સંગ્રહ કરી શકયો નથી.