Abtak Media Google News
  • એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં 55 મિનિટ સુધી મ્યુનિ.કમિશનરે ચોમાસા સુધી રાજકોટવાસીઓને નળ વાટે નિયમિત 20 મિનિટ પાણી આપવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ રજૂ કર્યા બાદ છેલ્લી પાંચ મિનિટમાં શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ ટેવ મુજબ મચાવ્યો હંગામો
  • જનરલ બોર્ડમાં આઠ મુખ્ય દરખાસ્ત ઉપરાંત એક અરજર્ન્ટ બિઝનેસ દરખાસ્તને અપાઇ સર્વાનુમતે બહાલી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રાબેતા મુજબ એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ એક પ્રશ્નની ચર્ચામાં વેડફાઇ ગયો હતો. 18 કોર્પોરેટરોએ 37 પ્રશ્નો રજૂ કર્યા હતા પરંતુ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પાણી વિતરણના આયોજન અંગેના પ્રશ્નની લાંબી લચક ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રાજકોટવાસીઓને એવી પાણીદાર ખાતરી બોર્ડમાં આપવામાં આવી હતી કે ઉનાળા કે ચોમાસા સુધી કોર્પોરેશન દ્વારા પાણીકાપ લાદવામાં આવશે નહિં. 55 મિનિટ સુધી સતત પાણી વિતરણ અંગેના આયોજનની વિગતો આપવામાં આવી હતી ત્યારબાદ અંતિમ પાંચ મિનિટમાં શાસક પક્ષ અને વિપક્ષના નગરસેવકો ટેવ મુજબ હંગામા પર ઉતરી આવ્યા હતા.

Opposition Questions 'In The Water': Guarantee Of No 'Cuts' In Summer
Opposition questions ‘in the water’: Guarantee of no ‘cuts’ in summer

જનરલ બોર્ડના પ્રશ્નોત્તરી કાળમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 32 પ્રશ્નો જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટરોએ પાંચ પ્રશ્નો રજૂ કર્યા હતા. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની ત્રણ પ્રશ્નોની પ્રથમ ચર્ચા થવાની હતી પરંતુ વણલખી પરંપરા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ એક પ્રશ્નની ચર્ચામાં વેડફાઇ ગયો હતો. પાણી વિતરણ માટેના આયોજન અંગે સભાગૃહમાં વિસ્તૃત માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે રાજકોટવાસીઓને નળ વાટે નિયમિત 20 મિનિટ પાણી મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા સાત ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે અને 25 પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે.

ચોમાસા સુધી શહેરીજનોએ પાણીકાપ વેઠવો ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 1800 એમસીએફટી અને ન્યારી ડેમમાં 600 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે અને નર્મદાનું પાણી પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 29 ફૂટે ઓવરફ્લો થતા આજી ડેમની હાલ સપાટી 25.28 ફૂટ છે અને ડેમમાં 679 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ માટે 135 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. 31 મે સુધી ચાલે તેટલું પાણી આજીમાં સંગ્રહિત છે.

વધારાનું 1060 એમસીએફટી પાણી માંગવામાં આવ્યું છે. જે સરકારે આપવાની બાંહેધરી આપી છે. જ્યારે 25 ફૂટે ઓવરફ્લો થતા ન્યારી ડેમની સપાટી હાલ 19.19 ફૂટ છે અને ડેમમાં 735 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક 80 એમએલડી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવે છે. ન્યારી-1 ડેમ 30 જૂન સુધી સાથ આપે તેમ છે. 232 એમસીએફટી નર્મદાના નીર ન્યારી ડેમમાં ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. ભાદર ડેમની સપાટી 34 ફૂટની છે અને ડેમ 18.60 ફૂટ ભરેલો છે. 1517 એમસીએફટી પાણી સંગ્રહિત છે. કરાર મુજબ રાજકોટને 40 એમએલડી પાણી મળે છે. ભાદર ડેમ 31મી જુલાઇ સુધી ચાલે તેમ છે. ઉનાળો નહિં ચોમાસા સુધી પાણીકાપ ન મૂકવો પડે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વડાપ્રધાનના ગુણગાન ગાવાનું શરૂ કરતા વિપક્ષી નેતા વિફર્યા હતા. ચેરમેન જણાવ્યું હતું કે વર્ષ-2017માં રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા જળાશયોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી રાજકોટની પાણીની સમસ્યા ભૂતકાળ બની જવા પામી છે. જેના જવાબમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ટોણો માર્યો હતો કે હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો, આજની તારીખે શહેરના અનેક વિસ્તારોમાં ટેન્કર દોડાવવામાં આવે છે. શાસક પક્ષના દંડક મનિષ રાડીયાએ કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતું કે તમને પાણીની વાત કરવાનો કોઇ જ અધિકાર નથી. કારણ કે તમે હમેંશા સરકારની પાણીલક્ષી યોજના અને પ્રોજેક્ટના વિરોધ કર્યા છે. પાણીના એક જ પ્રશ્નની ચર્ચામાં પ્રશ્નોત્તરી કાળ પૂરો થઇ ગયો હતો. આઠ મુખ્ય દરખાસ્ત ઉપરાંત વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી શેરી નં.2માં પીજીવીસીએલ કચેરીની બાજુમાં આવેલા જાહેર યુરીનલ દૂર કરવા અરજર્ન્ટ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

અયોધ્યામાં 500થી વધુ વર્ષના લાંબા ઇંતઝાર બાદ ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થયું છે. ગત 22મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણ માટે વડાપ્રધાનને અભિનંદન પાઠવતો ઠરાવ વોર્ડ નં.13ના નગરસેવિકા જયાબેન ડાંગર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મીનાબા જાડેજાના ટેકાથી આ ઠરાવને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી છે.

બોર્ડમાં આવેલા વશરામ સાગઠીયાની અટકાયત: કોર્ટમાં જવાની ચીમકી

Opposition Questions 'In The Water': Guarantee Of No 'Cuts' In Summer
Opposition questions ‘in the water’: Guarantee of no ‘cuts’ in summer

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને ગેરલાયક ઠેરવવાનો નિર્ણયને હટાવી દેવામાં આવ્યો છે. દરમિયાન ગઇકાલે શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ આ અંગે ચોખવટ કરી દેવામાં આવી હોવા છતા આજે ભાજપના શાસક્ોએ વશરામભાઇ સાગઠીયાને જનરલ બોર્ડમાં એન્ટ્રી કરવા દીધી ન હતી. બોર્ડમાં આવેલા સાગઠીયાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. દરમિયાન તેઓએ કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

નામદાર હાઇકોર્ટના તા.16/2/24ના રોજ વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને તા.28/10/22ના રોજ ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દિલીપ રાવલ કે જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ગુજરાત રાજ્યના પક્ષાંતર ધારાના કેશોના ફેંસલા માટે સ્પેશિયલ નિમાયેલા અધિકારી છે. તેઓના હુકમથી અમોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા તે હુકમની સામે અમે હાઇકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં.49/2023 અને નં.50/2023 થી અમારી અરજી કરતા અને તા.16/2/24ના રોજ આ અરજીઓનો નિકાલ હાઇકોર્ટનાં જજ વૈભવી નાણાવટીએ કર્યો જેમાં અમો બંને કોર્પોરેટરોને લાયક ઠેરવ્યા હતા.

પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનાં સેક્રેટરીને અમારા પ્રત્યે શું વાંધો છે તેની અમોને ખબર નથી. અમારી ફરજનાં ભાગરૂપે અમોએ હાઇકોર્ટનો હુકમ તેમજ અમોને પરત અમારી ફરજ ઉપર લેવા લેખીત રજૂઆત કરેલ પરંતુ તેમણે અમને અને શાસક પક્ષ બંનેને ખોટી વાતો કરી કે આપણે શહેરી વિકાસમાંથી માર્ગદર્શન મંગાવ્યા પછી જ આ લોકોને ચાલુ રાખવા કે કેમ તેવી વાતો શાસકો પાસે અને મીડીયાના મિત્રોને જણાવી તેમના ટી.વી.ના ઇન્ટરવ્યૂમાં પણ આવું બોલ્યા અમારા અથાક પ્રયત્નો છતાં પણ સેક્રેટરી માન્યા નહોતા અને અમને કરેલા ઉપરથી ઓર્ડર આવે આપને લેવામાં આવશે.

બંધારણે આપેલા અમારા હક્કોથી અને જનરલ બોર્ડમાં અમારા પ્રજાલક્ષી પ્રશ્નોને લઇને તેમજ અમારો હક્ક હોવા છતાં અમોને એજન્ડા ના આપીને હાઇકોર્ટના હુકમનો અનાદર કર્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યું છે. તેમની સિધ્ધી અમો વકીલઓની સલાહ લઇ કોર્ટમાં તેમની વિરૂધ્ધ ફરીયાદ કરવાના છીએ કે સેક્રેટરીએ અમારી ફરજનાં રૂકાવટ કરી તેમજ (કોર્ટ ઓફ ક્ધટેમ) કોર્ટ ના હુકમનો પણ અનાદર કર્યો તેમજ રાજકોટની જનતાના પ્રાણ પ્રશ્ર્ને પણ જનરલ બોર્ડમાં ના લેવાયા તેવી બાબતની ફરિયાદ કરીશું.

સેક્રેટરીનો અતિ આગ્રહ હોવાથી અમો માન્ય નામોદિષ્ટ અધિકારી શહેરી વિકાસ પાસેથી બે દિવસ ત્યાં રોકાઇને પત્ર લઇને આવ્યા છીએ. તેમાં પણ સ્પષ્ટ લખેલ છે કે માન્ય નામદાર હાઇકોર્ટે કરેલ હુકમનું આપણે પાલન કરવું જોઇએ. પરંતુ સેક્રેટરીને ક્યા પેટમાં દુ:ખે છે તેજ સમજાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.