Abtak Media Google News

ભાજપના હું તો મરું તને… જેવા વ્યૂહથી શિવસેના ‘બેહાલ’

શિવસેનાના બાલીશ વર્તન સામે નહીં ઝૂકવાના ભાજપના નિર્ણયથી અસમંજસની સ્થિતિ: શરદ પવારે પણ વિપક્ષમાં બેસવાનું વલણ અપનાવતા ભાજપ કે શિવસેનાની સરકાર રચવાની શક્યતાઓ ધુંધળી: ૧૦ નવેમ્બર સુધી નવી સરકાર ન રચાય તો રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવા રાજ્યપાલ કોશિયારીની તૈયારી

કહેવાય છે કે, રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતો માત્ર હિતો જ સર્વોપરી હોય છે. આ હકિકત દેશમાં જૂના રજવાડાઓના સમયથી રાજકીય બદલાવના મધ્યબિંદુ રહેલા મહારાષ્ટ્રમાં હંમેશા યથાર્થ ઠરી છે. આઝાદી પહેલા અને બાદ પણ મહારાષ્ટ્ર અલગ-અલગ રાજકીય ચળવળોમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. મહારાષ્ટ્રમાં થતાં રાજકીય બદલાવોએ દેશના રાજકારણને નવી દિશાઓ ચિંધી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ-શિવસેના યુતિને સ્પષ્ટ બહુમતિ મળી હોવા છતાં બન્ને વચ્ચેના સર્વોપરીતાના ટકરાવના કારણે હજુ સુધી સરકાર રચવાનો માર્ગ સાફ બન્યો છે. શિવસેના બાલીસ વર્તન સામે ભાજપે પણ ઝુકવાના બદલે હું તો મરુ પણ તને… જેવો વ્યૂહ અપનાવ્યો છે. જેથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાય રહી છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ સરકાર રચવાની રાજકીય સ્થિતિ સ્પષ્ટ ન થાય તો છ માસમાં ફરી ચૂંટણી યોજીને દરેક પક્ષોને ફરી જનાદેશ મેળવવો પડે તેવી સંભાવનાઓ નિર્માણ થવા પામી છે.

Advertisement

મહારાષ્ટ્રના રાજકીય પક્ષો માટે સર્વોપરીતાનો પ્રશ્ર્ન હંમેશા પ્રતિષ્ઠાના પ્રશ્ર્ન સમાન રહ્યો છે. જેથી એક સમયના મોટાભાઈ શિવસેનાને તેના નાનાભાઈ ગણાતા ભાજપ સાથે સરકારમાં ભાગબટાઈના મુદ્દે હંમેશા વિવાદ રહ્યો છે. આવા જ વિવાદને લઈ વર્ષ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડયા હતાં. આ ચૂંટણીના પરિણામમાં પણ ત્રિશંકુ પરિણામ આવતા શિવસેનાએ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ભાજપ રાજ ઠાકરેની મનસેના પડકાર સામે સો સત્તામાં જોડાઈ હતી. પરંતુ સત્તામાં ભાગીદાર હોવા છતાં શિવસેના હંમેશા ફડણવીસ સરકાર માટે વિપક્ષની ભૂમિકા ભજવીને સરકારના વિવિધ નિર્ણયોની ટીકા કરતું રહ્યું હતું.

તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પહેલા પણ શિવ સેનાઓ રાજકીય પકડીને ભાજપ પાસેથી ૨૮૮માંથી અડધો અડધ બેઠકો માંગી હતી જે અંગે લાંબી સમજાવટ બાદ બન્ને સાથે લડવા માટે તૈયાર થયા હતા. આ ચૂંટણીના આવેલા પરિણામોમાં ભાજપને ૧૦૫ બેઠકો જ્યારે શિવસેનાને ૫૬ બેઠકો મળી હતી જે સરકાર રચવા માટે જરૂરી ૧૪૫ બેઠકો કરતા વધારે બેઠકો હોવા છતાં શિવસેનાએ પોતાનું માલીશ માંગોની શરૂઆત કરી હતી. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પોતાના હાલમાં રાજકીય અપરિપકવ ગણાતા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માંગે છે જેથી રાષ્ટ્રની ભૂમિકામાં આવી ગયેલા ઉદ્ધવ ઠાકરે ભાજપ પાસે પહેલા અઢી વર્ષ મુખ્યમંત્રી પદ અને સત્તામાં ૫૦ ટકાની ભાગીદારીની માંગ કરી હતી. ભાજપે પણ દર વખતે શિવસેનાની આવી વારંવારની બાલીસ માંગો સામે ઝુકવાના બદલે આ વખતે અડગ વલણ અપનાવ્યું છે.

શિવસેનાએ ભાજપને રાજકીય બ્લેકમેઈલીંગ કરવા માટે એનસીપી અને કોંગ્રેસની મદદથી સરકાર રચવાની ધમકી પણ આપી દીધી છે. પરંતુ મહારાષ્ટ્રના રાજકારણના મુત્સદ્દી ગણાતા એનસીપી ચીફ શરદ પવારે પણ શિવસેનાના બ્લેક મેઈલીંગનું હથો બનવાના બદલે પોતાની પાર્ટીને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યાનો રાજકીય આલાપ ગાઈને શિવસેનાની મુશ્કેલી વધારી દીધી છે. શરદ પવાર આદિત્ય ઠાકરે જેવા અપરિપકવ મુખ્યમંત્રીની સરકારમાં જોડાઈને પોતાની પાર્ટીની રાજકીય પરિસ્થિતિ બગડશે નહીં તેવું પણ રાજકીય પંડિતોનું માનવું છે.

હાલના પરિણામોમાં એનસીપી અને કોંગ્રેસની યુતિમાં એનસીપી વધારે બેઠકો સો મોટાભાગની ભૂમિકા હોય કોંગ્રેસે પણ વેઈટ એન્ડ વોચનો રાજકીય વ્યૂહ અપનાવ્યો છે. જેથી, સરકાર રચવાના મુદ્દે તમામ પક્ષો અસમંજસ જેવું વર્તન જાહેર કરી રહ્યાં છે. એક મળતા અહેેવાલો મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સરકાર બનાવવા માટે ચાલી રહેલી ઝગડા વચ્ચે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે  મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ૬ નવેમ્બરે સરકાર રચવાનો દાવો કરી શકે છે. જોકે, ભાજપ પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી. આ ચર્ચાઓ વચ્ચે ફડણવીસ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા જઇ રહ્યા છે. રાજ્યપાલ કોશિયારીએ ગત શનિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ ૭ નવેમ્બર સુધીમાં સરકાર બનાવવાનો દાવો નહીં કરે તો તે ગડબડી ઉકેલવા માટે તેઓ કાર્યવાહી હાથ ધરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની હાલની મુદત ૯ નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં નવા મુખ્ય પ્રધાને ૧૦ નવેમ્બરના રોજ અથવા તે પહેલા પદ સંભાળવું પડશે. જો આમ ન થાય તો, અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.

સૂત્રોના કહેવા મુજબ ફડણવીસને કેટલાક અપક્ષ ધારાસભ્યોનો ટેકો પણ છે, તે સંજોગોમાં તેઓ ૬ નવેમ્બરના રોજ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને સરકાર રચવા માટે એક પત્ર રજૂ કરી શકે છે. રાજ્યપાલ ત્યારબાદ ફડણવીસને ૨૮૮ સદસ્યોની વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે જરૂરી ૧૪૫ ધારાસભ્યોની સંખ્યા આપવા અથવા ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે સમય આપવા માટે કહી શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે ૨૪ ઓકટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ૧૨ દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના વચ્ચેનો ઝગડો ચાલુ છે. શિવસેના અઢી વર્ષથી મુખ્યમંત્રી પદની માંગ પર અડગ છે. ભાજપ પાસે ૧૦૫ ધારાસભ્યો છે અને શિવસેનામાં ૫૬ ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે તેમની પાસે જરૂરી આંકડો (૧૬૧) છે, પરંતુ બંને પક્ષના ટોચના નેતાઓ હજી સુધી આ મુદ્દાને હલ કરી શક્યા નથી.

બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ શિવસેનાને સમર્થન આપવાની વાત પણ કરી રહ્યા છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મુસ્મિ નેતા હુસેન દલવાઈએ આ અંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, શિવસેનાએ રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલની ઉમેદવારીમાં કોંગ્રેસને ટેકો આપ્યો હતો, તેથી હવે કોંગ્રેસે પણ શિવસેનાને મદદ કરવી જોઈએ. આ મુદ્દે આજે દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે એક બેઠક પણ છે. આજ સમયે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ બંને રવિવારે જુદા જુદા વિસ્તારોમાં ગયા હતા, જેથી વરસાદ અસરગ્રસ્ત ખેડુતોનું કલ્યાણ થાય. સરકારી મહેકમના મુદ્દે મીડિયા સવાલોના જવાબ આપતા બંનેએ આ જ વાત કરી હતી. જ્યારે ઉદ્ધવે કહ્યું કે પરિસ્થિતિ થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે, જ્યારે ફડણવીસે કહ્યું કે સરકાર રચવા અંગેની શંકા ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.

આ દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન પદ બચાવવા માટે ભાજપના બે વરિષ્ઠ પ્રધાનોના મંત્રાલયોની બલિદાન આપી શકે છે. આ ચર્ચાને પણ મજબુત મળી રહી છે કારણ કે ફડણવીસે રવિવારે મોડી રાત્રે તેમના ઘરે ભાજપ કોર કમિટીની બેઠક બોલાવી હતી. સૂત્રો કહે છે કે કોર કમિટીની બેઠકમાં મહેસૂલ અને નાણાં મંત્રાલય શિવસેનાને આપવામાં આવેલી આ ઓફર અંગે ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. સૂત્રો એમ પણ કહે છે કે ભાજપ મુખ્યમંત્રી પદની જીદના સ્થાને શિવસેના સાથે પ્રધાન પદની સમાન હિસ્સો શેર કરવાની પણ ઓફર કરી શકે છે. આ પહેલા શિવસેનાએ ભાજપના ૨૬ પ્રધાનો અને શિવસેનાના ૧૩ પદની ઓફર નામંજૂર કરી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે અચાનક ભારે વરસાદથી પ્રભાવિત ખેતરોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં નવી સરકારના શપથ લેવાની શા માટે જરૂર છે. તેમણે કહ્યું, હું માનું છું કે સરકાર બનાવવાનો મુદ્દો જલ્દીથી ઉકેલી લેવામાં આવશે. ભારે વરસાદનો સામનો કરી રહેલા ખેડુતોને હંગામી સરકાર કેટલી મદદ કરી શકશે? નવી સરકારની વહેલી રચનામાં ખેડુતો અને રાજ્યને રસ છે.  તે જ સમયે, શિવસેના એક અલગ માર્ગ પર આગળ વધી હતું. રવિવારે ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ખેડુતો વરસાદથી પીડિત છે અને તેઓ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી પદે હું પાછો આવીશ. મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા ઉદ્ધવ વિધાનસભામાં ફડણવીસના છેલ્લા ભાષણ પર નિશાન સાધતા હતા, જેમાં આ નિવેદનની સાથે તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પરત ફરશે. શિવસેના પ્રમુખ ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતોને પણ મળી રહ્યા છે.

ઉદ્ધવે તેના ભાષણમાં રાજ્ય સરકારે ખેડુતોને આપેલા ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ પૂરતું નથી. તેઓએ વધુ ચૂકવણી કરવી જોઈએ. જણાવીને કેન્દ્ર સરકાર પર પણ સવાલ ઉઠાવતા કહ્યુુ હતું કે સરકાર પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી) કરાર પર હસ્તાક્ષર કરવાના છે … શું આ કરાર અંગે દેશને વિશ્વાસ લેવામાં આવ્યો છે? ઠાકરે વધુમાં કહ્યું હતું. કેન્દ્ર સરકાર આરસીઈપી પર હસ્તાક્ષર કરશે. આના દૂરગામી અસરો થશે. દેશ આ કરારની શરતોથી વાકેફ નથી.  શિવસેનાના વડાએ કહ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં તેની રજૂઆત જ નહોતી થઈ. આ સોદા વિશે આખા દેશને ખબર પડે પછી જ આ કરાર પર હસ્તાક્ષર થવું જોઈએ. મુંબઈમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે સવાલ કર્યો કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સોદાબાજી કરવામાં ગૃહમંત્રી અમિત શાહ શા માટે શામેલ નથી? તેમણે કહ્યું, હરિયાણા મહારાષ્ટ્ર કરતા નાનું રાજ્ય હતું, પરંતુ અમિત શાહ ત્યાં સરકારની રચનામાં ભાગ લેવા મોટો થયો. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની પ્રક્રિયાથી તેમનો દૂર રહેવું રહસ્યમય લાગે છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે રાજ્યમાં નવા સમીકરણોને લઈને હંગામો મચ્યો છે. રાજકીય સ્થિરતા વચ્ચે એનસીપીના પ્રમુખ શરદ પવાર આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે. પવાર-સોનિયાની આ બેઠક શિવસેના અને અન્ય ભાજપ વિરોધી પક્ષો માટે તક છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ૧૨ દિવસ બાદ પણ હજી સુધી કોઈ પક્ષે સરકાર બનાવવાનો દાવો કર્યો નથી.શિવસેના સતત મુખ્યમંત્રી પદ માટે ભાજપ ઉપર દબાણ લાવી રહી છે અને મંત્રાલયમાં સમાન ભાગીદારીની પણ માંગ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વૈકલ્પિક સિસ્ટમ પણ છે. આ અંતર્ગત કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને સમર્થન આપતા હોવાના સમાચાર છે. ચૂંટણીના પરિણામો બાદથી જ ભાજપ અને શિવસેનાના નેતાઓ તેમના પક્ષના મુખ્યમંત્રીની માંગ પર અડગ રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર બનાવવાની દિશામાં હજી સુધી કોઈ પ્રગતિ થઈ નથી.

દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે દિલ્હી પહોંચી રહ્યા છે અને અહીં ગૃહમંત્રી અમિત શાહને મળશે. સૂત્રો કહે છે કે આ બેઠકનો .પચારિક ઉદ્દેશ રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળ (એનડીઆરએફ) હેઠળ સહાય અંગે ચર્ચા કરવાનો છે. રાજ્યમાં વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે અને તેમની મદદ માટે આ બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસ અને એનસીપીની બેઠક અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે કહ્યું કે બેઠકમાં રાજકીય ચર્ચા થશે. તેમણે કહ્યું હતું કે, શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જોડાણ અંગે બંને પક્ષોના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે.” રવિવારે એનસીપીના નેતાઓએ મુંબઇમાં બેઠક યોજી હતી અને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

એનસીપીના એક વરિષ્ઠ નેતાએ શિવસેનાને ટેકો આપવાની અટકળો પર ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં, પરંતુ એનસીપીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો દાવો કર્યો. વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમને હજી સુધી શિવસેના તરફથી સમર્થન માટે કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. અમારી પાસે ૫૪ બેઠકો છે અને તે નિશ્ચિત છે કે જો ડેડલોક સમાપ્ત નહીં થાય તો સરકાર બનાવવામાં અમારી મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. શિવસેના ભલે મુખ્યમંત્રી પદની માંગ પર અડગ હોઈ શકે, પરંતુ તેમની પાસે સરકાર રચવાની પૂરતી તાકાત નથી. એનસીપીના સમર્થન પછી પણ તેમને બહુમતીના આંકને સ્પર્શવા કોંગ્રેસના સમર્થનની જરૂર પડશે. શિવસેનાને સમર્થન આપવાના સવાલ પર કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે કહ્યું, ’જો આપણે વિચારધારાની વાત કરીએ તો આપણા આદર્શો જુદા છે. અમને શિવસેના તરફથી કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી અને કોઈ પણ પક્ષ કોંગ્રેસને હળવાશથી લઈ શકશે નહીં.શિવસેનાને પક્ષના નેતૃત્વ સમર્થન આપવા અંગે મેં મારા મંતવ્યો વ્યક્તિગત રૂપે પહોંચાડ્યા છે.

આમ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા તમામ રાજકીય ધટનાક્રમને ઘ્યાનમાં રાખીએ તો ભાજપ, શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસ હાલના તબકકે પોતાની રાજકીય સર્વોપરીતા જતી કરવા તૈયાર નથી. જેથી, આ રાજકીય વિવાદની સ્થિતિમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં સુધીમાં રાજયપાલ પાસે રાષ્ઠ્રપતિ શાસન લાદવા માટે ભલામણ કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો જોવા નથી મળતો જો રાષ્ટ્રપતિ શાસનના છ માસના કાર્યકાળમાં પણ કોઇ રાજકીય પક્ષો પુરતી બહુમતિ સાથે સરકાર રચવાનો દાવો રજુ ન કરે તો રાજયપાલ ફરીથી જનાદેશ મેળવવા વિધાનસભાની પાછી ચુંટણી યોજવાની ભલામણ કરે તે પણ નિશ્ર્ચિત છે. મહારાષ્ટ્રમાં ફરીથી વિધાનસભા ચુંટણી યોજાઇ તો શરદ પવાર ની એન.સી.પી. મજબુત રાજકીય પક્ષ તરીકે ઉભરી આવે તેવી સંભાવનાઓ વધારે છે. જેથી, પવાર પણ આ રાજકીય સંભાવનાઓને ઘ્યાનમાં લઇને પોતાના રાજકીય પાનાઓ ખોલવાની રાહ જોઇ રહ્યા છે.

જેથી, આ સ્થિતિમાં શિવસેના પોતાનું બાલીશ વર્તન છોડીને ભાજપને ટેકો આપે તો જ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના સંભવ થનારી છે. નહીંતર રાષ્ટ્રપતિ  શાસનની ઘડીઓ ગણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.