Abtak Media Google News

બેડી ફિલ્ટર પ્લાન્ટ અને ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે વોટર સમ્પની સફાઈ હાથ ધરવાની હોય વિતરણ બંધ રહેશે

ચોમાસાનાં વિધિવત આરંભ પૂર્વે જ રાજકોટની જળ જ‚રૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં મેઘરાજાની કૃપાથી પાણીની આવક થવા પામી છે પરંતુ રાજકોટવાસીઓનાં નશીબમાં જાણે કાયમી પાણી સુખ લખાયું ન હોય તેવું લાગી રહ્યું છે. એક દિવસ પાઈપલાઈન તુટવાનાં કારણે વિતરણ વ્યવસ્થા ચિથરે હાલ થઈ જાય છે તો બીજા દિવસે અન્ય કારણોસર વિતરણ પર આફત ઉભી થાય છે. દરમિયાન આગામી શુક્રવારે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.

Advertisement

કોર્પોરેશનની વોટર વર્કસ શાખાનાં એડિશનલ સીટી એન્જીનીયરની યાદીમાં જણાવ્યા મુજબ બેડી ફિલ્ટર પ્લાન્ટ તથા ગ્રીનલેન્ડ ફિલ્ટર પમ્પીંગ ખાતે કિલયર વોટર સમ્પની સફાઈ હાથ ધરવાની હોય આગામી તા.૧૯ને શુક્રવારનાં રોજ બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારીત વોર્ડ નં.૪ તથા ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં.૪ (પાર્ટ) અને ૫ (પાર્ટ)નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

ધીમા ફોર્સની ફરિયાદ નિવારવા વોર્ડ ઓફિસરો કરશે સર્વે

છેલ્લા ઘણા સમયથી શહેરનાં અલગ-અલગ વોર્ડનાં વિસ્તારોમાં અત્યંત ધીમા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદોનો કાયમી નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા તમામ વોર્ડનાં વોર્ડ ઓફિસર અને ઈજનેરોને સર્વે કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ધીમા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધાઈ તો તે વિસ્તારમાં ‚રૂબરૂ ‚જઈ ચકાસણી કરવી અને તમામ વોર્ડનાં ઓફિસરો અને ઈજનેરોએ પોતાનાં વિસ્તારમાં પાણી વિતરણનાં સમયે રૂ‚બ‚રૂ ચેકિંગ કરવા માટે જવું પડશે. જયાં ઓછા ફોર્સથી પાણી વિતરણ થાય છે તે સમસ્યાનાં કાયમી નિકાલ લાવવા માટેની કાર્યવાહી પણ કરવાની સુચના આપવામાં આવી છે. ધીમા ફોર્સથી પાણી વિતરણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રથમવાર મહાપાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.