Abtak Media Google News

કેચમેન્ટમાં વરસાદ: ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૃ, ૬૦૦ કયુસેક ઇન્ફ્લો

૨૪ કલાકમાં લખપુરી, ચીખલધરામાં ૧.૫ ઇંચ, દહીંગાવ અને સાવખેડામાં ૧ ઇંચ, હથનુર, ભુસાવલમાં ૦.૫ ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ શરૃ થયા બાદ ડેમમાં ધીમી ગતિએ પાણી આવવાની શરૃઆત થતા આજે દિવસના ૬૦૦ કયુસેક પાણીની આવક ઠલવાઇ હતી. અત્યાર સુધી ઉપરવાસમાં મૌસમનો કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement

ચોમાસાની શરૃઆત થયા બાદ ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ શરૃ થયો છે. મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. તેમ છતા ધીમો ધીમો વરસાદ શરૃ થયો છે. વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટના તમામ ૨૧ રેઇન ગેજ સ્ટેશનમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો.

જેમાં લખપુરી, ચીખલધરામાં ૧.૫ ઇંચ, દહીંગાવ અને સાવખેડામાં ૧ ઇંચ, હથનુર, ભુસાવલમાં ૦.૫ ઇંચ અને બાકીના તમામ રેઇનગેજ સ્ટેશનમાં વરસાદ વરસ્યો હતો. વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૯૦ મિ.મિ વરસાદ નોંધાયો છે.
આજના વરસાદની સાથે જ મૌસમનો કુલ વરસાદ ૧૭૮૪ મિ.મિ (૭૧.૩૬ ઇંચ) અને ૨૧ રેઇનગેજ સ્ટેશનનો સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ વરસાદની સાથે જ ઉકાઇ ડેમના નજીકના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાથી આજે પાણીની આવવાની શરૃઆત થઇ હતી. આજે આખો દિવસ ૬૦૦ કયુસેક પાણીની આવક આવી હતી. અને એટલુ જ પાણી પીવા માટે છોડાઇ રહયુ હતુ. ઉકાઇ ડેમની સપાટી ૨૮૫.૨૭ ફૂટ નોંધાઇ હતી. અને ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.