Abtak Media Google News

ગુજરાતની સરકાર પાણીથી તંગ વિસ્તાર માટે નવી યોજના બનાવી રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઑ હાલ નવા પ્લાન દ્વારા આ જનતાના પ્રશ્ને હલ કરવાની ચાવી શોધી રહ્યા છે. રાજ્યમાં અનુભવાતી પાણીની કટોકટીને દૂર કરી શકાશે કે નહીં! –  એ તો સમય જતાં ખબર પડશે. અધિકારીઓએ રવિવારે કહ્યું હતું, “ગુજરાત સરકારે 31 જુલાઈ સુધી તંગીનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પાણી પુરવઠો જાળવવાની યોજના બનાવી છે”. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ યોજના સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં જળાશયોમાં પૂરતા પાણીના પ્રશ્ન અંગે ખાતરી આપી હતી જેનાથી આમ જનતાને રાહત થશે.

આ વર્ષની ગરમી વધુ પડવાની છે અને પાણીની કપરી સ્થિતિ ન બને તે માટે સરકાર જરૂરી એવા તમામ નિર્ણયો લઈ રહી છે. આગામી ઉનાળાના મહિનાઓમાં પાણીની અછતને પગલે, ગુજરાત સરકારે 31 મી જુલાઇ સુધી સૌથી ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી પુરવઠાને જાળવી રાખવા માટે અગાઉથી આયોજન કર્યું છે.

Water Shortage In Gujarat
Water Shortage In Gujarat

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.