Abtak Media Google News

વર્ષ 21-22 માં 1.71 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી

ભારતનું આર્થિક વિકાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે એટલું જ નહીં દેશ અને રાજ્યને પણ ઘણી ખરી રીતે આવક વધતી નજરે પડે છે ત્યારે ફરી એક વખત દેશમાં વિકાસની લહેર જોવા મળી છે. પાછળનું મુખ્ય કારણ એ છે કે મિલકત નોંધણી માં જબ્બર ઉછાળો થયો છે અને રાજ્યો અને તેની સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 40 ટકા જેટલો વધારો પણ જોવા મળ્યો છે. સાંપ્રત સમયમાં સૌથી વધુ પ્રમાણમાં દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે જે આ આવક વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને કારગત નીવડ્યું છે.

ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો સમગ્ર દેશમાં 1.71 લાખ કરોડ રૂપિયાની આવક ઊભી થઈ હતી જે ચાલુ વર્ષે 34 ટકા વધી છે. આપણે સમગ્ર ભારતની વાત કરી રહ્યા છીએ ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ આવક દસ્તાવેજ નોંધણીમાં જોવા મળી છે. કોરોના બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે વધારો થયો છે તેનાથી ઘણા ખરા સુધારા પણ આવ્યા છે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ વધારો નોંધાયો છે. માત્ર એટલું જ નહીં રાજ્યની આવક પણ વધુ હોવાનું સામે આવ્યું છે.

એક તરફ ફુગાવા જોવા મળે છે તો બીજી તરફ રિયલ એસ્ટેટમાં તેજી પણ ક્યાંક ને ક્યાંક આવી હોવાના સંકેતો સામે આવી રહ્યા છે કારણ કે જે રીતે દસ્તાવેજો થઈ રહ્યા છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે બજારમાં સહેજ પણ મંદી નહીં પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી છે જેની સીધી જ અસર દેશની અર્થવ્યવસ્થા અને રાજ્યની આવક ઉપર જોવા મળે છે. ટીબી માત્ર એકાદ મહિના માટે નહીં પરંતુ લાંબા સમય સુધી જોવા મળે તો નવાઈ નહીં કારણ કે સરકાર પણ દરેક લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.