Abtak Media Google News

Table of Contents

દેવું કરીને ઘી પીવાય પણ પછેડી હોય તેટલી જ સોડ તણાય કહેવતમાં લાંબાગાળાના લાભ માટેનું કરજ આશીર્વાદરૂપ બને પણ ત્રેવડ વગરનો બોજો ઉપાધી કરાવે: અર્થતંત્રમાં લાંબાગાળાના લાભનો દ્રષ્ટિકોણ આવશ્યક બની રહેશે

આર્થિક સર્વે અને અંદાજપત્રમાં રાજકોષીય ખાધના પરિબળને લાંબાગાળાના ફાયદા માટે અનિવાર્ય ગણાવાયું છે

દેવું કરીને ઘી પીવાય… પણ પછેડી એટલી જ સોડ રાખવી જોઈએ. બંને વ્યક્તિઓમાં વિરોધાભાસ જોવા મળે છે એકમાં કહેવામાં આવ્યું છે કે લાભ માટે કરજ કરો તો પણ વાંધો નહીં બીજામાં કહેવાયું છે કે તેવડ ન હોય તેવું માથે ન લઈ લેવાય… અર્થતંત્રમાં ખર્ચ સામે આવક વધુ હોવી જોઈએ પરંતુ ક્યારેક-ક્યારેક જરૂરી એવી રાજકોષીય ખાધ પણ લાભકારક બને છે કેન્દ્રના મંત્રી નિર્મલા સીતારામને સોમવારે જણાવ્યું હતું કે સરકાર વિકાસ દરની લક્ષ્ય પ્રાપ્તિ માટે રાજકોષીય ખાધ નો વિવેકપૂર્વક નિયમન કરવા માટે સાવચેતી રાખી રહી છે વિકાસ દરને સાડા નવ ટકા લક્ષ્ય આપવામાં આવ્યું છે આ મૂળ મંત્ર સાકાર કરવા માટે રાજકોટ થી ખાસ ને સમજણપૂર્વક હેન્ડલ કરવામાં આવી રહી છે

Advertisement

શરદી શરીર માટે બિમારી ગણાય છે પણ સારા આરોગ્ય માટે થોડા પ્રમાણમાં શરદી હોવી જોઈએ તેવી જ રીતે અર્થતંત્ર માટે ખાદ્ય ભલે નુકશાનકારક ગણાય પણ જરૂરી પ્રમાણમાં રાજકોષીય ખાધથી વિકાસમાં તીવ્રતા આવે છે

ભારતમાં રાજકોષીય ખાધ તારા ૩.૫% સુધી જાળવી રાખવી પડશે રાજકોષીય ખાધ પણ વિકાસને વેગવાન બનાવવા માટે પ્રમાણસર જરૂરી છે ગુજરાતી નવા વર્ષના અંદાજપત્રમાં રાજકોષીય ખાધ જાળવી રાખીને ૨૦૨૫માં ૬.૮ તે ઘટાડીને ૪.૫ ટકા સુધી લઈ જવાશે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે ખર્ચમા હાથ છુટો રાખવામાં કોઈ વાંધો નથી

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું કદ આપવા વિકાસ દર વધારવો હોય તો રાજકોષીય ખાદ્યથી ડર્યા વગર આયોજન કરવું જોઈએ

રાજકોષીય ખાધની પરવા કર્યા વગર ઉદારીકરણથી હાથ ધરવામાં આવેલા આર્થિક પગલાઓ સારા વળતર માટે નિમિત્ત બનતાં હોય તો રાજકોષીય ખાધ પણ ફાયદારૂપ સાબિત થાય છે દેવું કરીને ઘી પીવાય કારણ કે ઘી પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને આ શક્તિનો ઉપયોગ કરીને ઘી માટે કરવામાં આવેલું ઉતારી શકાય અને વધારે નાણાં ભેગા કરી શકાય પણ પછેડી હોય એટલી જ સોડ રાખવાની ભલામણ એટલા માટે કરવામાં આવી છે કે શક્તિ બહાર નું ભા રણ હંમેશા ઉપાધિ આપે છે આર્થિક વિકાસ દરને પ્રાપ્ત કરવા માટે જરૂરી રાજકોષીય ખાધ નું નિયમન સાવચેતી થાય તો તેમાં કંઈ ખોટું નથી ભારતના અર્થતંત્રનો વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત રાજકોષીય ખાધની ચિંતા કર્યા વગર ભવિષ્યના આર્થિક ફાયદાઓ ને જનરેટ કરવામાં સરકાર સારી રીતે સફળ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.