Abtak Media Google News

ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે સરકારના સંકલ્પ પુરો કરવા માટે બજેટના આયોજનમાં લાંબાગાળાની જરૂરી રાજકોષીય ખાદ્યના પરિબળને ધ્યાનમાં રાખી સમુળગા આયોજનનું મહત્વ વધ્યું છે. નાણાકીય નીતિ અર્થતંત્રને લઈને પરિવર્તનશીલ હોવી જોઈએ તેમ કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમ્ે જણાવ્યું હતું. ભારતના અર્થતંત્રને લઈને સંભાવના છે કે, રાજકોષીય ખાદ્ય અપેક્ષા છે તેના કરતા ઓછી રહેશે. કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમ્નું કહેવું છે કે, જ્યારે લક્ષ્ય સુધી પહોંચવામાં પ્રતિબદ્ધતા વધે ત્યારે જે વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ થાય તેનાથી લાભ કરતા નુકશાનનું પ્રમાણ અવશ્યપણે કાબુમાં રહેતુ હોય છે.

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમ્ે જણાવ્યું હતું કે, આ દાયકામાં આ વર્ષનું બજેટ વિકાસદરને મજબૂત બનાવવાનું પાયો નાખનાર બન્યું છે. દેશના અર્થતંત્રને ગતિશીલ રાખવા આર્થિક નીતિ પરિવર્તનશીલ રહેવી જોઈએ. દેશના આર્થિક સર્વેમાં નાણાકીય રીતે ખર્ચમાં છુટછાટની હિમાયત કરવામાં આવે છે. રાજકોષીય ખાદ્ય બજેટને વધુ વિકાસલક્ષી બનાવશે. બજેટની આ રાજકોષીય ખાદ્યને બે જવાબદારી નહીં પણ આવનાર દિવસોની જરૂરીયાતોને ધ્યાને રાખી ગણવી જોઈએ. માત્ર આર્થિક રીતે નહીં બજેટમાં ખુબજ દુરંદેશી અભિગમ રાખવામાં આવ્યો છે. આવતા વર્ષોમાં રાજકોષીય ખાદ્યનો ઘટાડો કરવામાં આવશે અને વિકાસ દરને વધુ મજબૂત બનાવશે. આંતર માળખાકીય સુવિધાઓ વધારવા માટે જે ખર્ચ થશે તે આવનાર દિવસોમાં નફાકારક થઈને તેનું વળતર મળશે. રાજકોષીય ખાદ્યમાં આ વખતે ચાર ટકાના વધારાની હિમાયત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં બજેટનું કદ ૩૪ ટકા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિકાસ દરની ટકાવારી અને વાસ્તવિક ખર્ચમાં ખર્ચાયેલા નાણા અત્યાર સુધીનો સૌથી વધુ જાહેર મુડી ખર્ચ બની રહેશે. કોરોના મહામારીને લઈને આરોગ્ય પાછળ થયેલો ખર્ચ શ્રમિકો અને મજૂર ઉપરાંત પુરવઠાની ઉત્પાદકતાને અસર કરનારૂ બની રહ્યું છે. આ વખતે આરોગ્ય ક્ષેત્રે લગભગ ૧૩૫ ટકા જેટલો વધારો સુચવવામાં આવ્યો છે.

ત્રીજા મુખ્ય પરિબળમાં નાણાકીય ક્ષેત્રમાં સુધારાની દ્રષ્ટિએ આ બજેટ ખુબજ વિકાસલક્ષી ધોરણે બનાવવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોની ખાનગીકરણ, નોન બેન્કિંગ સેકટર, બેડ બેંક અને વિમા ક્ષેત્રે વિદેશી મુડી રોકાણ અને જાહેર ક્ષેત્રના વિકાસ માટેની નીતિ રાજકોષીય ખાદ્ય છતાં પણ આવનાર દિવસોમાં લાભકારક બનતી રહેશે. સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોરોનાને લઈ આર્થિક કટોકટી પ્રવર્તી રહી છે. એશિયાની બજારોમાં પણ મુશ્કેલી ચાલી રહી છે ત્યારે ભારતની પરિસ્થિતિ સામા પુરે ચાલનારી બની રહી છે. ભારતમાં માત્ર વહીવટી ખર્ચ થયો છે અને કરકસરના કારણે બચત થઈ છે. મહેસુલી ખર્ચ સામે સ્થાનિક બજાર અને આર્થિક પ્રવૃતિમાં વેગ મળ્યો છે. ૨૦૦૩ બાદ ફૂગાવા વગર ૮ ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થયો છે જે આવનાર દિવસોની સારી બાબત ગણી શકાય. ભારતનું અર્થતંત્ર રાજકોષીય ખાદ્યને સમજપૂર્વક ના આયોજનથી સકારાત્મક બનાવી રહી છે.દેણું કરીને ઘી પીવું અને પછેડી એટલી સોડ બે કહેવતો આર્થિક રીતે નદીના બે સામસામા કિનારા જેવું છે. ભારતની રાજકોષીય ખાદ્ય દેણું કરીને ઘી પીવા જેવું છે. અર્થતંત્રના વિકાસ અને આર્થિક સમર્થતા માટે ગણતરીપૂર્વકની રાજકોષીય ખાદ્ય ભવિષ્યમાં ફાયદો આપનારી બનશે. આર્થિક રેટીંગ એજન્સીઓમાં ભારતના અર્થતંત્રની આ પરિસ્થિતિ ફાયદાકારક બતાવવામાં આવી છે. ઘણા ખાનગી અર્થ શાસ્ત્રીઓએ ભારતના મુડી બજાર અને અર્થતંત્રમાં લાંબાગાળે મહેસુલ ખર્ચની તુલનામાં મુડી ખર્ચ, માંગ અને પુરવઠામાં વૃદ્ધિ કરશે. રસીકરણના કાર્યક્રમમાં જ સરકારે જે ખર્ચ કર્યો તેનાથી તંદુરસ્તી ક્ષેત્રે ફાયદો થયો. જ્યાં ૧૦૦ રૂપિયાનું રોકાણ કરો છો ત્યાં ૯૮ રૂપિયાનો લાભ થાય છે. અને ૧૦૦ રોકાણ કરો તે વર્ષે ૨૪૫નો ફાયદો થતો હોય તો જીવનકાળ દરમિયાન ૫૦, ૪૫૦ નો ફાયદો થાય. કરદાતાનું વિશેષ વળતર કેમ મળે તે આયોજન જ તંદુરસ્ત અર્થતંત્રની ધરોહર ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.