Abtak Media Google News

મેષ

001 1

આ અઠવાડીયે સખત પરિશ્રમ કરનાર વર્ગ, કારીગર વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયી નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન    આવકના  નવા નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જુના કરજ કે લોનમાંથી મુક્ત થવાંના ત્થા ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો.  ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું  નીવડશે.  સરકારી ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે.  ૧૦ તથા ૧૫ ઓગસ્ટ સામાન્ય રહેશે.

વૃષભ

002 1

આ સપ્તાહે  પણ ધંધા સંબંધિત  અધુરા રહી ગયેલા કાર્યો પુરા થવાંનાં સંયોગો. લલિત કલા તેમજ સાહિત્ય, લેખન ક્ષેત્રનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક એકમ તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ જણાશે. બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૧૧ ત્થા ૧૪ ઓગસ્ટ  સાધારણ રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન પણ  દોડાદોડી રહેશે, આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથોસાથ તેમજ ગેરલાભની પણ સંભાવના જણાય છે, આથી, સુજ સમજથી યોગ્ય નિર્ણય લીધા પછી કામકાજ કરવાં. નીચસ્થ બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. વાણી વિલાસ તેમજ ઉતાવળ પર કાબુ રાખવો.  ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો.  ધાર્મિક યાત્રા પ્રવાસની સંભાવના. ૧૧  ત્થા ૧૩ ઓગસ્ટ સામાન્ય જણાશે.

કર્ક

004 1

પ્રવાહી, જલીય તત્વના  ફુડ  બેવરેજીસ તથા  રત્ન, આભુષણ, રત્નાભુષણ, કે ઈમીટેશન આભુષણનાં  વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મરીન એંજીનીયરીંગ, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક રહેશે,  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નોકરીયાત માટે સાનુકુળ સપ્તાહ.  મિત્રો, સ્નેહીઓમાં સાથ સહકારનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૧૧ ઓગસ્ટ  સામાન્ય રહેશે.

સિંહ

005 1

કુટિર ઉદ્યોગ તેમજ  નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે,  સાથો  નવી તકો  સાંપડવાંનાં સંયોગો.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક  નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. મોસાળ પક્ષ  સાથે  હળવા મતભેદ થવાની સંભાવના.ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૧, ૧૫ ઓગસ્ટ અર્ધ-સામાન્ય જણાશે.

કન્યા

006 1

કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ  તમામ વર્ગના અધિકારીઓ ત્થા કર્મચારીઓ તેમજ ખાનગી વકીલો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં સર્વ વર્ગના જાતકો માટે આ સપ્તાહ હળવા હળવાં સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ.  મિત્રો સાથે મતભેદ કે અણબનાવનાં સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.   ૧૦ તથા ૧૩ ઓગસ્ટ સાધારણ નીવડશે .

તુલા

007 1

આ સપ્તાહે,  આગલા વર્ષનાં અડધા અધુરા રહેલાં ધંધાકીય કામકાજનો નીવેડો આવવાંની  સંભાવનાઓ.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. વ્યાપાર વણિજ, તેમજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને વિશેષ લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે, ધાર્મિક પ્રવાસના સંયોગો.   મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેવળ,  ૧૦ ઓગસ્ટ સાધારણ રહેશે.

વૃશ્ચિક  

008 1

દુષિત મંગળ તથા શુક્ર વાળા જાતકો તથા નીચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા સાનુકુળ નીવડશે.  તેમજ લેણી રકમ પરત મળવાંના સંયોગો. નાનાં ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે સાથોસાથ બઢતીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થઈ જવાંની સંભાવનાઓ. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો  સમયગાળો, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ૧૧ -૧૨  ઓગસ્ટ  સામાન્ય જણાશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન  ધરપત તથા માનસિક શાંતિ વળવાની શકયતાઓ.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારીના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ  ટલ્લે ચડી ગયેલાં  ધધાકીય કામ કાજનો નીવેડો આવવાંની  સંભાવના. સરકારી કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ પ્રતિકુળ નીવડવાની સંભાવના.  ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ૯,૧૪ ૧૫ ઓગસ્ટ નાં  દિવસો મધ્યમ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહ દરમ્યાન પન્નોતિનો હળવો હળવો પ્રભાવ જોવાં મળશે.  આથી નવા કામકાજ હાથમાં ન લેવાં, અગત્યનાં નિર્ણયોને શકય હોય તો આ એક સપ્તાહ માટે મુલતવી રાખવાં. તેમ લોભ, લાલચ, તથા ઉતાવળ પર ખાસ કાબુ રાખવો. વ્યાપાર-વણિજ, ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક માટે આ સપ્તાહ  લાભદાયી  જણાશે. શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે સુમેળતાના સંયોગો. ૧૨ તથા ૧૪  ઓગસ્ટ સાધારણ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ, તેમજ સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ જ રહેશે.  નાનાં ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બદલી બઢતીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૧૩ તથા ૧૫ ઓગસ્ટ સામાન્ય રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ગ્રેઈન એંડ ગ્રોસરી મર્ચંટ તેમજ કમીશન મર્ચંટ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે લાભદાયી તથા સાનુકુળ જણાશે. તેમજ ફાઈનાંસ કપની કે શરાફો માટે આ સપ્તાહ મધ્યમ તેમજ પ્રતિકુળ રહેશે. શીપીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગો માટે સાનુકુળ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  કુટુબ – પરિવાર સાથે પ્રવાસ કે ધાર્મિક યાત્રાના અવસરોની સંભાવના. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ જણાશે.  ૧૪ ૧૫ ઓગસ્ટ પ્રતિકુળ  નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.