Abtak Media Google News

રતલામથી પાલઘાટ ૨૭૪૦ કાર્ટુન રેલ નીર પ્લાન્ટ દ્વારા મદદ અપાશે

Advertisement

કેરળમાં આવેલા વિનાશક પુરને લઈ ઘણા ગામ, શહેર સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે વેસ્ટર્ન રેલવે દ્વારા કેરળમાં ૯ લાખ લીટર ફિલ્ટર્ડ પાણી મોકલવામાં આવી રહ્યું છે. ૧૫ ટેન્કરો દ્વારા વોટર સ્પેશ્યલ ટ્રેન રતલામ રેલવે સ્ટેશનથી ઉપડશે અને પાલઘાટ પુરગ્રસ્તોને પાણી પહોંચાડશે.

આ અંગે વધુ જણાવતા વેસ્ટર્ન રેલવેના પીઆરઓ રવિન્દ્ર ભાકરે કહ્યું, કેરળમાં આવેલા ભયાનક પુરમાં પીવાના પાણીની તકલીફ હશે. આ ૧૫ ટેન્કમાં પ્યુરીફાઈડ કરાયેલુ પાણી ભરવામાં આવ્યું છે. પહેલા આ પાણીની કવોલિટીની તપાસ થશે ત્યારબાદ જ તેને કેરળ માટે હરી ઝંડી અપાશે.

છેલ્લા કેટલાક દિવસથી કેરળ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ૩૦૦ જેટલા લોકોનું પુરમાં મોત થયું છે. આવી કપરી પરિસ્થિતિમાં વેસ્ટર્ન રેલવે દ્વારા મદદનો હાથ લંબાવાયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલના માર્ગદર્શન હેઠળ કેરળના પુરગ્રસ્તોને મદદ મોકલવામાં આવી રહી છે. તેમાં સૌથી મોટી મદદ પીવાના પાણીની હશે. ૨૭૪૦ કાર્ટુન પાણીની બોટલ રેલ નીર પ્લાન્ટ અંતર્ગત આપવામાં આવશે અને ૧૦ હજાર કયુબિક બોકસ વોટર બોટલ કેરલમાં મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.