Abtak Media Google News

કેરળની લલીથામ્બે મીશન અગ્નીપુત્ર દ્વારા અંતરીક્ષમાં તીરંગો લહેરાવશે

સ્વતંત્રતા દિવસ નીમીતે ઇસરો દ્વારા નિર્મિત માનવ સહીતના અંતરીક્ષ યાનનું સ્વપ્ન મહીલા પૂર્ણ કરશે. તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

સ્પેસ પર ડો. વી.આર. લલીથામ્બીકા નામની મહીલા એન્જીનીયર અંતરીક્ષમાં જઇ ઇતિહાસ રચશે. ૨૦૨૨ સુધીમાં લોન્ચ થનારા આ મિશનમાં જોડાતી લલીથામ્બીકા ત્રણ દશકાથી ઇસરોમાં સેવા આપી રહી છે. તેણે પોલાર સેટેલાઇટ લોન્ચ વાહનોના તમામ રોકેટ માટે કામ કર્યુ છે.

૫૬ વર્ષીય એન્જીનીયરે કેરલમાં અભ્યાસ કર્યુ છે. ડો. લલીથામ્બીકાને બે બાળકો પણ છે. ઇસરોના ચીફ ડો. કે. સિવાને જણાવ્યું હતું કે માનવ સહીતના સ્પેસ ક્રાફટ માટે લલીથામ્બીકામાં તમામ જરુરી આવડતો છે. અન્ય સહકર્મીઓ પણ તેના કામની સરાહના કરે છે.

શ્રી હરીકોટાથી પ્રથમ સ્પેસ ફલાઇટ લોન્ચ થશે. ઇસરો ઇન્ડિયન એર ફોર્સમાંથી પણ હાઇ સ્કીલ્ડ અધિકારીઓનો સમાવેશ કરે તેવી શકયતાઓ છે.

રશિયન મીશન અંતર્ગત ૧૯૮૪ માં એકમાત્ર રાકેશ શર્માએ ભારતનો ઝંડો, અંતરીક્ષમાં ફરકાવ્યો હતો. ત્યારબાદ મુળ ભારતીય પણ અમેરીકન નાગરીકતા સાથે કલ્પના ચાવલા અને સુનીતા વિલીયમ્સ પણ પ્રકાશમાં આવી હતી. હવે મીશન અગ્નીપુત્રીમાં ભારતની મહીલા એન્જીનીયર ચમકશે જેઓ અગ્ની ૪ અને અગ્ની પનું લોન્ચીંગ કરશે અને બેલાસ્ટીક મીશનને ભાગ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.