Abtak Media Google News

બાંદ્રા ટમિર્નલ-ઓખા, પોરબંદર-અમદાવાદ-શાલીમાર સહિત અનેકવિધ સ્ટેશનો પર ટ્રેન દોડશે

લોકડાઉનનાં સમયમાં લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે રેલવે તંત્ર સજજ થયું છે અને આગામી સમયમાં વેસ્ટર્ન રેલવે પાર્સલને લઈ ૯ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જેમાં જીવનજરૂ રી ચીજવસ્તુઓ, દવા તથા મેડિકલ સાધનો જરૂ રીયાતમંદ સુધી પહોંચાડવા માટે રેલવે વિભાગ ૯ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જેમાં બાંદ્રાથી ઓખા, બાંદ્રાથી અમદાવાદ, લુધિયાણા, મુંબઈ સેન્ટ્રલથી વડોદરા, ફિરોઝપુર, પોરબંદર ત્યારબાદ અમદાવાદથી સાલીમાર, અમદાવાદ ગોહાટી, સુરતથી ભાગલપુર, દાદરથી અમદાવાદ-ભુજ, લીન્ચથી ન્યુ ગોહાટી તથા કંકરીયાથી કટક સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું વેર્સ્ટ રેલવે દ્વારા નકકી કરવામાં આવ્યું છે. ૩૧ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી સ્પેશિયલ ટ્રેનોમાં ૫૬ ટ્રીપ કરી હતી અને જીવન જરૂ રીયાત ચીજવસ્તુઓ પહોંચાડવામાં મદદરૂપ થઈ હતી ત્યારે આવનારા દિવસમાં ૬૮ વધુ ટ્રીપો કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.

રેલવે બાંદ્રા ટર્મિનલથી અમદાવાદ ઓખાની પાર્સલને લગતી સ્પેશિયલ ટ્રેન ૧૦ ટ્રીપ કરશે જેમાં તે ૧૬ એપ્રિલ, ૧૮ એપ્રિલ, ૨૦ એપ્રિલ, ૨૨ એપ્રિલ અને ૨૪ એપ્રિલ સુધી ચાલશે. એવી જ રીતે બાંદ્રા ટર્મિનલથી અમદાવાદ લુધીયાણાની પાર્સલને લઈ વિશેષ રેક ઉભા કરવામાં આવ્યા છે જે ટ્રેન કુલ ૧૦ ટ્રીપ કરશે અને તે બાંદ્રા અને લુધીયાણા માટે એક સમયે રવાના થશે જેની તારીખ ૧૫ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૦ એપ્રિલ અને ૨૨ એપ્રિલ નકકી કરવામાં આવી છે. આ ટ્રેન સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ તથા ગુજરાતનાં અન્ય સ્ટેશનો ઉપર હોલ્ટ કરશે જયારે પોરબંદર, અમદાવાદ, શાલીમાર પાર્સલને લઈ સ્પેશિયલ ટ્રીપ કુલ ૮ કરવામાં આવશે જે પોરબંદરથી ૧૮ એપ્રિલ, ૨૦ એપ્રિલ, ૨૨ એપ્રિલ અને ૨૪ એપ્રિલનાં રોજ રવાના થશે અને નિકળવાના ત્રીજા દિવસે શાલીમાર પહોંચશે. આજ ટ્રેન શાલીમારથી પરત પોરબંદર આવવા ૨૨, ૨૪ અને ૨૬નાં રોજ રવાના થશે જે જામનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરતમાં હોલ્ટ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. લોકડાઉનનાં સમયમાં ૧૫ એપ્રિલ બાદ જે ટીકીટો એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી હતી તે રેલવેએ કેન્સર કરી છે અને આંકડાકિય માહિતી મુજબ કુલ ૩૯ લાખ ટીકીટો જે બુક થયેલી હતી તેને કેન્સલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આગામી ૩ મે સુધી કોઈપણ યાત્રિ રેલ ટીકીટ બુક નહીં કરી શકે તેવું પણ સામે આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા કેન્સર થયેલી તમામ ટીકીટોનું રીફંડ યાત્રિકોને મળવાપાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.