Abtak Media Google News

શ્રમિકો માટેની અન્નપૂર્ણા યોજના: એક પ્રેરણાદાયી પહેલ

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લોકતંત્ર 21મી સદીના વિશ્વ માટે અનેક રીતે પ્રેરણાનું સ્ત્રોત છે, લોકતંત્રમાં સામાજિક સમરસ વિકાસ અને નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ અને સુવિધાઓ પહોંચે તેવી વ્યવસ્થા હોય છે.  ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિમાં આતિથ્યભાવ અને રોટીના ટુકડાનું અનન્ય મહત્વ છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરીને શ્રમિકો માટે રૂ.5માં સાત્વિક પૌષ્ટિક ભોજનની જે વ્યવસ્થા કરી છે તે ગુજરાત માટે તો આશીર્વાદરૂપ બની જ રહેશે, પરંતુ શેષ ભારતમાં પણ આ યોજના અવશ્યપણે અનુકરણપાત્ર બનશે.

Advertisement

જ્યાં 50થી વધુ શ્રમિકો હોય ત્યાં સાઈટ ઉપર ભોજનની ડીલેવરી પણ કરવામાં આવશે, અમદાવાદ અને ગાંધીનગર ખાતે 22 કડિયા નાકા ઉપર શ્રમજીવીઓને પાંચ રૂપિયામાં ભોજન આપવાની આ યોજના માત્ર માનવ અને ધર્મ કાર્યની ઉપમા પૂરતી મર્યાદિત નહીં રહે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિનની ભૂમિકા આપવામાં આવી છે ત્યારે આંતર માળખાકીય સુવિધાઓ માટે બાંધકામ વ્યવસાયમાં પાયાના પથ્થર એવા શ્રમિકોને પેટનો ખાડો પુરવાની ચિંતા કર્યા વગર કામના સ્થળે સાત્વિક ભોજન પહોંચાડવાની આ વ્યવસ્થાથી કામના કલાકોમાં બચાવ અને શ્રમિકોને માનસિક રાહત મળશે.

ભોજન વિના ભક્તિ પણ બે અસર રહે છે. ત્યારે ભોજનની ચિંતા શ્રમિકોના કામ પર અસર પાડે છે માત્ર પાંચ રૂપિયાના ટોકન દરે સરકારના આદર્શ ધારા ધોરણ મુજબના ભોજનની શ્રમિકો માટેની આ અન્નપૂર્ણા યોજના ગુજરાતના વિકાસ માટે એક અસરકારક શક્તિ બની રહેશે તેમાં બે મત નથી, જોકે આવકારદાયી બાબતોમાં કેટલાક ભયસ્થાનો પણ રહેલા હોય છે અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા જે શુભ હેતુ સાથે શરૂ કરવામાં આવી છે તેનું પૂરેપૂરું તત્વ જળવાઈ રહે આ યોજના અન્ય કામોની જેમ આર્થિક ઉપાર્જન નું કારણ ન બને અને શ્રમિકોને રૂપિયા પાંચમા સરકારે નક્કી કરેલા ધારા ધોરણ મુજબનું ભોજન મળી રહે તેવી વ્યવસ્થા અનિવાર્ય છે ગુજરાતની આ યોજના સમગ્ર દેશ માટે સીમાચીનહ્ રૂપ અને પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે તેમાં બે મત નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.