Abtak Media Google News

રાત્રીના ૧૦:૩૦ વાગ્યાથી વહેલી સવારના ૨:૩૦ વાગ્યા સુધી ચંદ્રગ્રહણનો આકાશી નજારો જોઈ શકાશે : ચંદ્રગ્રહણની કુલ અવધિ ૪ કલાકથી વધુની રહેશે

૨૦૧૯નાં ડિસેમ્બર માસમાં સુર્યગ્રહણ બાદ નવા વર્ષમાં કુલ ૪ ગ્રહણો જોવા મળશે ત્યારે આગામી ૧૦મી જાન્યુઆરીના રોજ ચંદ્રગ્રહણ જોવા મળશે જેમાં પૃથ્વીનો પડછાયો ચંદ્રને સહેજ પણ આવરી લેતો નથી ત્યારે ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીની છાયા ચંદ્રને ચુકી જતી જાય છે. પૃથ્વી પર અન્ય કોઈ સ્થાનો નથી જયાં ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રની આશંકિક કે સંપૂર્ણ રીતે ગ્રહણગ્રસ્ત દેખાય. સુર્યગ્રહણની સરખામણીમાં ચંદ્રગ્રહણ જોવાનું થોડુ મુશ્કેલ બને છે કારણકે પડછાયાનો ભાગ બાકીના ચંદ્ર કરતા થોડો અસ્પષ્ટ દેખાતો હોય છે. નવું વર્ષ ૨૦૨૦ની શરૂ આતમાં જ ૧૦ મી જાન્યુઆરી ના રોજ પહેલુ ચંદ્રગ્રહણ જોવા મળશે જે સંપૂર્ણ પણે ભારત માં દેખાશે.

7537D2F3 5

૨૦૧૯નાં આખરી માસ એટલે કે ડિસેમ્બર મહિનામાં સુર્યગ્રહણ જોવા મળ્યું હતું ત્યારે નવા વર્ષ ૨૦૨૦માં કુલ ૬ ગ્રહણ જોવા મળશે જેમાંથી ૪ ચંદ્રગ્રહણ અને ૨ સુર્યગ્રહણનો સમાવેશ થયો છે. ૧૦મી જાન્યુઆરીના રોજ શરૂ થનારું ચંદ્રગ્રહણ રાતના ૧૦:૦૦ વાગ્યા થી શરૂ થઈ વહેલી સવારનાં ૨:૪૨ સુધી દેખાશે. ચંદ્રગ્રહણ ની અવધી કુલ ૪ કલાક થી વધુની હશે ત્યારે ૧૦ મી તારીખે થનારા ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. ભારત સિવાય યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોઈ શકાશે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રહણનો સુતકનો સમય ૧૨ કલાક પહેલા જ શરૂ થાય છે તેમુજબ ૧૦ જાન્યુઆરી એ સવારે ૧૦ વાગ્યાથી આ સમય લાગુ થશે. સુતક લાગ્યા બાદ મંદિરોનાં દરવાજા બંધ કરી દેવામાં આવશે. ચંદ્રગ્રહણમાં ૯૦ ટકા જેટલો ચંદ્રનો ભાગ તે પૃથ્વીની છાયાથી  અલિપ્ત દેખાશે જેમાં ચંદ્ર ખુબ જ નાનું અને ડીમ દેખાય તેવું જણાવવામાં આવ્યું છે.

ટેલીસ્કોપ, દુરબીન, વિજ્ઞાની ઉપકરણ ઉપરાંત નરીઆંખે ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. છાયા-માધ્ય ચંદ્રગ્રહણ હોવાથી ખગોળરસિકની સાથે અવકાશી નજારો આહલાદક નિહાળી શકાય તેવું જાણવા મળી રહ્યું છે.  નવા વર્ષમાં કુલ ૪ ચંદ્રગ્રહણ જોવા મળશે જેમાંથી પ્રથમ ચંદ્રગ્રહણ ૧૦મી જાન્યુઆરી, બીજુ ચંદ્રગ્રહણ ૫મી જુન, ત્રીજુ ચંદ્રગ્રહણ ૫મી જુલાઈ અને ચોથુ ચંદ્રગ્રહણ ૩૦ નવેમ્બરનાં રોજ જોવા મળશે. સુર્યગ્રહણ સમયે વિશેષ ચશ્મા પહેરી તે નજારો જોવામાં આવતો હોય છે પરંતુ ચંદ્રગ્રહણ વ્યકિત તેમની નરી આંખે જોઈ શકે છે. ઘણા વૈજ્ઞાનિક સંશોધનમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ગ્રહણનાં સમયે લોકોની પાચનશકિત નબળી પડી જાય છે તેવી સ્થિતિમાં દુષિત ભોજન અને પાણી પીવાથી બિમાર થવાની સંભાવનાપણ અમુકઅંશે વધી જતી હોય છે. ગ્રહણ પહેલા જે વાસણમાં પીવાનું પાણી મુકવામાં આવે છે તેમાં દરો અને તુલસીના કેટલાક પાન નાખી દેવા જોઈએ જેથી ગ્રહણ સમયે પર્યાવરણમાં ફેલાઈ રહેલા જીવાણુને દુર કરવાની અદભુત શકિત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.