Abtak Media Google News

અમદાવાદના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આઠ દિવસના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે રંગારંગ પ્રારંભ : મહોત્સવમાં ભાગ લેતા દેશ વિદેશના ૨૫૦થી વધુ પતંગબાજો

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થયો છે. આ મહોત્સવ ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દધઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે થયું હતું. આ પતંગ મહોત્સવમાં ૪૩ દેશોના ૧૫૩ પતંગબાજો તેમજ ૧૨ રાજ્યોના ૧૧૫ પતંગબાજોએ ભાગ લીધો છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠના ૨૦૦ ઋષિકુમારો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે આદિત્ય સ્તુતિ વંદના કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર પણ કરાયા હતા. દેશ-વિદેશના પતંગબાજો પોતાના દેશના ધ્વજ સાથે પરેડમાં જોડાયા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવ્યા હતા. ત્યારે આકાશમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

7537D2F3 5

તા. ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, વલ્લભસદન ખાતે પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જુદા-જુદા થીમ આધારિત સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે પતંગના કારણે રાજ્યમાં અનેકવિધ લોકોને રોજગારી મળે છે. આ ઉત્સવથી પતંગ બનાવતા લોકોનું પેટિયું રળે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઉત્સાહ જળવાઈ રહે તે માટે ઉત્સવો જરૂરી છે. જ્યારે ઉત્સવોની ઉજવણીને વિપક્ષ તાયફાઓ ગણે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે રેટ્રો ટૂ મેટ્રો કાર્યક્રમ, કાલે ૮ જાન્યુઆરીએ ટ્રેડિશનલ ડાન્સ પફોર્મન્સ, ૯ જાન્યુઆરીએ ટિલ્ટ ટૂ ફિલ્મી ટ્યુન્સ વિથ દેવાંગ પટેલ, ૧૦ જાન્યુઆરીએ ઉત્સવ પ્રિય ગુજરાત, ૧૧ જાન્યુઆરીએ મ્યુઝિલ મસ્તી વિથ શ્યામલ શૌમિલ, ૧૨ જાન્યુઆરીએ ગુજરાતી ગુલાલ અને૧૩ જાન્યુઆરીએ રેઝલ ડેઝલ વિથ પાર્થિવ ગોહિલનો કાર્યક્રમ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.