Abtak Media Google News

વર્ષ 1969માં કોંગોમાં રોગ દેખાયો. ત્યારથી આ રોગ કોંગો ફિવરથી ઓખળાયો છે

Crimean-Congo Hemorrhagic Fever એટલે કે CCHF એક વિષાણુજનિત રોગ છે. આ વાયરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં ઘણો જોવા મળે છે અને હ્યાલોમા ટિક(ઈતરડી)માંથી ઉત્પન્ન થાય છે. આ વાયરસ સૌથી પહેલા વર્ષ 1944માં ક્રીમિયા નામના દેશમાં ઓળખાયો હતો. બાદમાં વર્ષ 1969માં કોંગોમાં રોગ દેખાયો. ત્યારથી આ રોગ કોંગો ફિવરથી ઓખળાયો.

વર્ષ 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, કોસોવો, અલ્બાનીયા અને ઈરાનમાં ઘણો જોવા મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે આફ્રિકા, યૂરોપ અને એશિયાના કેટલાય દેશોમાં કોંગો ફિવર જોવા મળ્યો હતો.

કોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે.

કોંગો ફિવર રોગના લક્ષણો
– માથું દુઃખવું
– સતત તાવ આવવો
– પીઠમાં દુઃખાવો
– સાંધા-પેઢુમાં દુઃખાવો
– ઊલટીઓ થવી
– આંખ ફરતે ચકામા પડવા
– ચહેરા પર કરચલીઓ પડવી
– ગળું છોલાઈ જવું, લાલ ચકામાં

કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.