Abtak Media Google News

કામેચ્છા એ શારીરિક જરૂરિયાત છે કે માનસિક જરૂરિયાત…?

અત્યાર સુધી આપણે ફિઝિકલ રિલેશનની વાત કરી છે તેમાં મોટાભાગે પ્રેમ સંબંધ અને લાગણીઓની જ વાત કરી છે પરંતુ એક જીવ માટેનો જે યૂનિવર્સલ અને કુદરતી નિયમ છે તે પણ બે જીવ વચ્ચેનો શારીરિક સંબંધ છે જે કુદરતના જીવનચક્રને આગળ વધારે છે, પ્રાણીઓમાં મેટિંગ માટે તેની જાતી પ્રમાણેનો કુદરતી સમય નક્કી થયેલો છે અને ત્યારે જ ખાસ સંતતિ માટે એ સંબંધની પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે એવું કહેવાય છે કે ધરતી પર મનુષ્ય એક માત્ર એવો જીવ છે જેને વિચારવાની શક્તિ અને લાગણી જેવા ભાવ મળ્યા છે. તેમાં એકવાત એ પણ છે કે અહી મનુષ્યને શારીરિક સંબંધ માટે કોઈ યોગ્ય ચોક્કસ સમય ગાળો નથી આપવામાં આવ્યો પરંતુ તેને ઈચ્છા અને લાગણીને અનુરૂપ તે ગમેત્યારે સેક્સ કરી શકે છે. તો સવાલ થાય છે કે સેક્સ એ માણસની શારીરિક જરૂરિયાત છે કે પછી માનસિક જરૂરિયાત?  આ સવાલનો જવાબ અહી વાંચવાથી મળશે….

Advertisement

Hd Wallpaper Romance Couple Art Fantasy Love Digital

શારીરિક ભૂખ….

શારીરિક ભૂખ એ કોઈ બીમારી નથી પરંતુ એક પ્રક્રિયા છે જેમાં સ્ત્રી પુરુષ બન્નેનો સમાવેશ થાય છે. અને તેની ભૂખને સંતોષવા માટે તેઓ શરીરી સંબંધ બાંધે છે.

મનના સંતોષ માટે…

માણસનું મન ખુબજ ચંચળ છે. તે અનેક વિચારો અને માન્યતાઓને સેવે છે તેવા સમયે જ્યારે પણ વ્યક્તિ પોતાની જાતને નબળી સમજવા લાગે છે ત્યારે તે સેક્સનો સહારો લ્યે છે અને મનને પોતે કમજોર નથી તેવો સંતોષ આપે છે.

માનસિક તણાવ…

આધુનિકતા માણસને તણાવ તરફ દોરી જાય છ. અને વ્યક્તિ થાક અને તણાવમુક્ત થવા માટે સેક્સ તરફ વળે છે.

સંતાન પ્રાપ્તિ માટે…

સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વ્યક્તિ પોતાના વંશને આગળ વધારવા માટે સેક્સ કરે છે, એવું જ કઈક પ્રાણીઓમાં પણ છે. જ્યારે માણસ સેક્સ કરે છે ત્યારે અન્ય લાગણીઓને વશ થઈને પણ કરતાં હોય છે જ્યારે પ્રાણીઓ એ બાબતોથી પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.