Abtak Media Google News

મોજા પહેરીને સેક્સ કરવાથી વધુ સમય સુધી એક્ટિવ રહી શકાય

Whatsapp Image 2023 08 19 At 6.19.44 Pm

Advertisement

સ્ત્રી પુરુષ જયારે એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી અનુભવે છે અને એકબીજાથી વધુ નજીક આવે છે ત્યારે તેના સંબંધને વધુ મજબૂત બનાવવા શારીરિક સંબંધ તરફ આગળ વધતા હોય છે. આ ઉપરાંત સાથીને દુનિયાની દરેક ખુશી આપવા અને તેને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવા હંમેશા તત્પર રહેતા હોય છે. જાણે તેનો પ્રેમ  તેના માટે જીવન જીવવાનું એક કારણ બની ગયો હોય તેમ તેમાં રચ્યો રહે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એ વ્યક્તિ તાથા તેનો સાથી એકબીજાના આદિ બની ગયા હોય છે અને પ્રેમમાં પહેલા જેવો આનંદ નથી માણી શકતા. આ ઉપરાંત તેની સેક્સ લાઈફમાં પણ અસંતુષ્ટિ પ્રવર્તવા લાગે છે. અને સંબંધમાં દુરી આવવા લાગે છે. પરંતુ અહીં આ બાબતે કંઈક એવી વાત કરવાના છીએ જે તમારી સેક્સ લાઈફમાં આવેલી અસંતુષ્ટિને દૂર કરશે અને ફરી તમારા પ્રેમને જીવંત કરશે.

તમારી કામક્રીડાને વધુ કામુક બનાવવામાં કારગર છે આ વસ્તુ…

એક સર્વે અનુસાર જો તમે પગમાં મોજા પહેરીને સેક્સ કરો છો, તો તમને શારીરિક સુખનો આનંદ વધુ થાય છે.  જેનું મુખ્ય કારણ એ છે કે બન્ને પગમાં મોજા પહેરવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે, અને રક્ત સંચાર પણ વધુ સારી રીતે થાય છે જે સેક્સ માટે ખુબ જરૂરી છે અને એટલે જ મોજા પહેરીને સેક્સ કરવાથી વધુ સમય સુધી એક્ટિવ રહી શકાય છે.

આ સર્વે નેધરલેન્ડની એક યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના પરિણામ  સ્વરૂપ એવું તારણ આવ્યું હતું કે 80% કપલે સેક્સમાં મોજા પહેર્યા તો ચરમ સુખનો વધુ આનંદ અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.