Abtak Media Google News

ચાઇનીઝ કંપનીએ તાજેતરમાજ વોલપેપર જેટલું પાતળું ટીવી બહાર પાડ્યું છે. ચીનની સ્કાયવર્થ કંપનીએ OLED નામનું વોલપેપર જેવું પાતળું ટીવી બહાર પાડ્યું છે જે અત્યાર સુધીનું વિશ્વનું સૌથી સ્લિમ ટીવી હોવાનું મનાય છે. આ ટીવીની સ્ક્રીન ૩.૬પ મિલીમીટર જેટલી છે. જરાક સરખામણી માટે સમજવું હોય તો આઇફોનના હેન્ડસેટ કરતાં એની જાડાઇ અડધી છે. અલ્ટ્રા સ્લિમ ટીવી એટલું હલકું છે કે માત્ર આંગળીઓ દ્વારા એ ઊંચકી શકાય છે અને સાદા ગ્લાસના લેવલ પર પણ હૅન્ગ થઇ શકે છે. ૬૬ ઇંચનું ટીવી સાડાચાર લાખ રૂપિયામાં અને ૭૭ ઇંચનું ટીવી ૧૩.૬૦ લાખ રૂપિયામાં છે. આ ટીવીની સ્ક્રીન એટલી પાતળી છે કે દુકાનમાં એના પર સ્થિર તસવીર ચાલુ કરી હોય તો કસ્ટમર્સ એને પેઇન્ટિંગ માની લે છે.

Lgwallperoledkorea 1L

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.