Abtak Media Google News

સ્માર્ટફોન વિશે વાત કરીએ તો હાલના સમયમાં દરરોજ નવા નવા સ્માર્ટફોન લોન્ચ થાય છે. તેમજ iPhone 8 Plus, Pixel 2 XL, OnePlus 5T, Samsung Galaxy Note 8, iPhone X- 2017માં ઘણાં લક્ઝરી અને ફ્લેગશિપ સ્માર્ટફોન્સ લોન્ચ થયા. હવે જો 2018ની વાત કરીએ તો, જો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો હોય તો અત્યારથી પૈસા બચાવવા માંડો કારણકે આ વર્ષે પણ બેસ્ટ ફીચર્સ વાળા સ્માર્ટફોન્સ લોન્ચ થવાના છે.

Nokia 9

Nokia 9માં 5.5 ઈંચ OLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 835 પ્રોસેસર, 12MP અને 13MP ડ્યુઅલ રિયર કેમેરા અને 5MP ફ્રંટ-ફેસિંગ કેમેરા આપવામાં આવશે. ફોનમાં 128GB બિલ્ટ-ઈન સ્ટોરેજ અને 3250mAh બેટરી આપવામાં આવશે

Samsung Galaxy S9 and S9 Plus

સેમસંગ ગેલેક્સી S9ની જાહેરાત ફેબ્રુઆરીમાં કરી શકે છે. ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે, ફિંગર પ્રિન્ટ સેન્સર કેમેરાની નીચે આપવામાં આવશે. આ સિવાય 4GB અને 6GB રેમ વાળા બે વેરિયન્ટ હોઈ શકે છે.

Sony Xperia XZ2

સોનીના આ ફોન વિષે વધારે ઈન્ફર્મેશન હજી નથી મળી, પરંતુ તેના બેઝલમાં ફેરફાર હોઈ શકે છે. આ સિવાય ડિસ્પ્લેમાં પણ ફેરફાર હોઈ શકે છે.

Samsung Galaxy Note 9

સેમસંગ ગેલેક્સી નોટ 9માં ડ્યુઅલ કેમેરા હશે અને iris recognition અપગ્રડેડ હશે. કહેવાઈ રહ્યું છે કે, નોટ9માં સ્કેનર ડિસ્પ્લેની નીચે આપવામાં આવશે.

HTC

જાન્યુઆરી 2018માં HTC U11 પ્લસ જાન્યુઆરીમાં લોન્ચ થવાનો છે. બની શકે કે HTC વધારે સ્માર્ટફોન લોન્ચ કરવાને બદલે માત્ર ફ્લેગશિપ ડિવાઈસને વધારે મહત્વ આપે.

iPhone

2018માં એપલ 3 સ્માર્ટફોન્સ લોન્ચ કરી શકે છે. એક 6.5 ઈંચની OLED ડિવાઈસ, બીજી 5.8 ઈંચની OLED ડિવાઈસ અને ત્રીજું 6.1 ઈંચની LCD ડિવાઈસ. બની શકે કે LCD મોડલમાં ગ્લાસના બદલે મેટલ બેક આપવામાં આવે અને વધારે કલર્સમાં લોન્ચ કરવામાં આવે.

Google Pixel 3

Pixel 3 વિષે વધારે કોઈ જાણકારી હજી સુધી નથી મળી, પરંતુ આ ફોનમાં બેઝલ-લેસ ડિસ્પ્લે હોઈ શકે છે. આ સિવાય વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોઈ શકે છે.

One Plus 6

આ ફોન માર્ચ 2018માં લોન્ચ થઈ શકે છે. આ ફોનની ડિઝાઈન અને હાર્ડવેરમાં જૂના વેરિયન્ટની સરખામણીમાં ફેરફાર હોઈ શકે છે. બની શકે કે ફોનમાં ડિસ્પ્લેની સાથે જ ફિંગરપ્રિન્ટ સ્કેનર એમ્બેડ કરવામાં આવ્યું હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.