Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, મેલેરિયા વિરોઘી માસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરિયા મુક્ત ગુજરાત, ર0રર અભિયાન અને જુન માસ, મેલેરિયા વિરોઘી માસ અંતર્ગત આગામી ચોમાસામાં મેલેરિયા સહિતનો રોગચાળો ફેલાય નહીં તે માટે પ્રિમોન્સુન કામગીરી હેઠળ હાઇરિસ્ક ગ્રુ5 એવા સ્લમ તથા સ્થળાંતરીત વસ્તી ઘરાવતા વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, તથા સ્થાનિક લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો, મચ્છર ઉત્પતી સ્થાનોનો નિકાલ કરવા અંગે તથા મચ્છર ના પોરા થતા અટકાવવાના 5ગલાં વિશે વિગતવાર સમજ આ5વામાં આવેલ તથા તાવના કેસમાં લોહીના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ.

આ કામગીરી અંતર્ગત વોર્ડ નં. 1 માં મારવાડીવાસ, વોર્ડ નં 8 માં વૈશાલીનગર મફતિયા5રા, વોર્ડ નં 9 માં શિવ5રા, વોર્ડ નં 10 માં ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોર્ડ નં. 11 માં લક્ષ્મણ ટાઉનશી5 (જીવરાજ પાર્ક), વોર્ડ નં. 12 માં સરસ્વતીનગર, વોર્ડ નં. ર માં છોટુનગર મફતિયું, વોર્ડ નં. 3 માં રૂખડીયા મદ્રાસી ખાડો, વોર્ડ નં. 7 માં મનહરપ્લોટ, વોર્ડ નં. 13 માં અજમલનગર, વોર્ડ નં. 14 માં લક્ષ્મીવાડી, વોર્ડ નં. 17 માં ઇન્દીરાનગર, વોર્ડ નં. 4 માં જય પ્રકાશનગર,  વોર્ડ નં. 5  માં મંછાનગર, વોર્ડ નં. 6 માં યુવરાજનગર, વોર્ડ નં. 15 માં ભૈયાબસ્તી, વોર્ડ નં. 16 માં ગઢવીવાસ (વિવેકાનંદનગર), વોર્ડ નં. 18 માં ગુલાબનગર, વગેરે વિસ્તારો આવરી લેવામાં આવેલ છે.

મેયર ડો. પ્રદિ5 ડવ, માન. ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, માન. કમિશનર ઉદિત અગ્રવાલ, માન. શાસક 5ક્ષ નેતા વિનુભાઇ ઘવા, માન. દંડક સુરેન્દ્રસિંહ વાળા,   આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા ની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉ5રાંત મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે સમજણ અપાઇ હતી.

મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ અટકાયત માટે લોકોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે., આ રોગો ફેલાવતા મચ્છરના પોરા ઘરની અંદર પાણી ભરવામાં આવતા પાત્રો અથવા તો વરસાદી પાણી જયાં જમા થાય છે તે પાત્રોમાં જ જોવા મળે છે. આથી લોકોએ સ્વયં પોતાના ઘર અથવા પ્રિમાઇસીસની ચકાસણી કરી આવા મચ્છરના પોરા ન થાય તે માટે તકેદારી રાખવી જોઇએ.

સામાન્ય રીતે ઘરની અંદર રાખવામાં આવેલ પક્ષીકુંજ, ટાયર, અગાસીમાં પડેલ ભંગાર,  બેરલ, પશુને પીવાની પાણીની કુંડી, નળની કુંડી, સીડી નીચે પાણીના ટાંકા, છોડના કુંડામાં જમા રહેતા પાણીમાં મચ્છરના પોરા મળી આવે. આથી લોકોએ પોતાના ઘરોમાં મચ્છરના પોરા થતા અટકાવવા આટલું જરૂર કરવું,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.