Abtak Media Google News

ચાંડાલ યોગની આહટ વચ્ચે અનેક જગ્યાએથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. ગુરુ રાહુ જયારે મેષ રાશિમાં સાથે મળે ત્યારે વ્યસનનું સેવન દવામાં કે ઇન્જેકસનના રૂપમાં વધુ થતું જોવા મળે છે આ સમયમાં કેટલીક દવાઓને પ્રતિબંધિત કરવી પડશે અન્યથા તેનો દુરુપયોગ વ્યસનમાં થશે વળી બહારના દેશોમાં થી આ સમયમાં વધુ ડ્રગ્સ કન્સાઇન્મેટન આવતા જોવા મળશે આ માત્રા અત્યારથી લઈને ને ઓક્ટોબર સુધી વિશેષ જોવા મળશે.

Advertisement

મેષએ મસ્તિસ્ક છે મેષ ઉતાવળ છે માટે આ ચાંડાલ યોગ મસ્તિસ્ક ઘુમાવીને ખોટા નિર્ણય લેવડાવનાર બને છે. ગુરુ એ જીવ છે જયારે રાહુ વિદેશ છે, વિદેશી ભાષા છે વિદેશી રહેન સહન છે માટે આ સમયમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધે અને દેશ વિદેશના લોકો વધુને વધુ નજીક આવતા જોવા મળે વળી આંતરજ્ઞાતિય લગ્ન અને અંતરપ્રાંતીય લગ્નોનું પ્રમાણ વધતું જોવા મળશે.

૬ એપ્રિલ ગુરુવારે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતિ આવી રહી છે. આત્મવિશ્વાસ , બળ, વિદ્યા પ્રાપ્ત કરવા હનુમાનજીની આરાધના શ્રેષ્ઠ છે વળી વિદેશ જવા ઇચ્છતા મિત્રો હનુમાનજીની આરાધના થી જલ્દી થી વિદેશ જઈ શકે છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.