Abtak Media Google News

મેષ 

આજે નવી દોસ્તીનો પાયો નાંખવાનો દિવસ છે. આજે નવા વ્યાવસાયિક અને સામાજીક સંબંધ બનવાના જોરદાર સંકેત છે. કોઈ સામાજીક સમારોહમાં આપ નવા લોકોને મળશો જેથી અનેક નવા સંબંધો સ્થપાશે. આજે આપે પોતાના ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવામાં જરાપણ સંકોચ ન કરવો જોઈએ.

વૃષભ 

આજે આપના ઘર પર ખુશી ભર્યૂં વાતાવરણ રહેશે. આ તક્નો લાભ ઉઠાવતાં આપ એવા લોકોને મળશો જેમને ઘણાં સમયથી મળ્યા નથી. આજે આપ પોતાની બધીજ મુઝવણોને એક કોર મૂકી દેથે.

મિથુન 

જો આપ પોતાના પરિવારના લોકો અથવા દોસ્તોની સાથે ક્યાંક બહાર ફરવા જવા ચાહતા હતા તો હવે એ સમય આવી ગયો છે. આપની આ યાત્રામાં કોઈ અડચણ નહી આવે. આજે આપની જીંદગીમાં જે કોઈ સમસ્યાઓ ઉભી થઈ છે એનો ઉકેલ સમજ વિચારીને કરજો.

કર્ક 

આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.

સિંહ 

આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.

કન્યા 

આજે આપને પોતાની નવાબદારીઓને લઈને મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે આપ પોતાને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં સામેલ કરવા ચાલે છો પરંતુ આપને કામની નવાબદારીઓ રોકે છે. આપે બંને વસ્તુઓમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે. આપ એક સામટા બધાને ખુશ તો નથી કરી શકતા પરંતુ થોડી થોડી પ્રગતિ તો દરેક ક્ષેત્રમાં કરી શકો છો.

તુલા 

આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ લધાય આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.

વૃશ્ચિક 

આજે આપ કોઈક સામાજીક સયારંભમાં ભાગ લઈ શકો છો. આજે આપ કોઈક નવા લોકોને મળશો. કામમાં પણ આપ પોતાને વધુ સારી રીતે સ્થાપિત કરી શકશો. એવી આપના નવા દોસ્ત બનશે એને જીંદગીને એક નવી નજરથી જોઈ શકશો.

ધન 

આજે આપના કિમતી સામાનને ધ્યાનથી રાખવાની જરૂર છે. નહિતર આપનો કોઈ સામાન ખોવાઈ શકે છે. એનો મતલબ એવો પણ નથી કે આપ ચિંતામા પડી જીવ બસ થોડીક સાવચેતી રાખવાની જરૂર છે.

મકર 

આજે આપ આત્મવિશ્લેષણના મૂડમાં રહેશો. આપ વિચારશો કે આપે અત્યારસુધી જીવનમાં જે સફળતા મેળવી છે એ કેટલી મેહનતથી મળી છે અને ભવિષ્યમાં આપે શું કરવું જોઈએ. એથી આપના ભવિષ્યમાં પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

કુંભ 

આજે આપનું સાહસ અને સૌભાગ્ય બંને મળીને આપને સફળતા અપાવશે. આજે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો દિન છે. જ્યારે આપના નિર્ણયો બીજાના નિર્ણયોની સરખામણીમાં વધુ અર્થસભર છે. પુરા વિશ્વાસથી આગળ વધો આપનો આવો વિશ્વાસજ આપને લક્ષ્ય પ્રાપ્તિમાં મદદ કરશે.

મીન 

આ દિવસનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરજો. સામાજીક સમારોહમાં ભાગ લો અને નવા દોસ્ત બનાવો. આપ કેટલાંક નવા સંબંધો પણ સ્થાપિત કરી શકશો. નવા લોકોને મળવાથી આપ પોતાનો ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈ ડી પણ પરસ્પર બદલી શકો છો શું ખબર ક્યારે અવસરોના નવા દ્વાર ખુલી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.